હમ નહીં સુધરેગેઃ અટલ બ્રિજ પર ફેંક્યો કચરો, બની ગયો સેલ્ફી પોઈન્ટ
મુંબઈ: નવી મુંબઈ અને મુંબઈના સફરને માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરાવતા અટલ સેતુ (Atal Setu)ને ગઈ કાલે વાહનો માટે ખૂલો કરવામાં આવ્યો હતો. અટલ સેતુ હવે મુંબઈગરાઓ માટે પર્યટન સ્થળ બની ગયું છે. મોટાભાગના લોકો અટલ સેતુ બ્રિજ પર માત્ર લટાર મારવા આવ્યા હતા, અને સ્લેફી લેવા માટે આવ્યા હોવાનું દૃશ્ય દેખાઈ રહ્યું છે. તાજેતરમાં ઉદ્ઘાટન બાદ ખુલા મૂકવામાં આવેલા અટલ સેતુ પર પોતાનો જીવ જોખમમાં મૂકીને સેલ્ફી લેતા લોકોની અનેક તસવીરો અને વીડિયો વાઇરલ થઈ રહી છે.
અટલ બિહારી બજપેયી ન્હાવા-શેવા અટલ સેતુનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ બ્રિજનો ઉપયોગ રખડપટ્ટી કરવા માટે કરવામાં આવી રહ્યો હોવાની સોશિયલ મીડિયા પર નેટીઝનોએ સેલ્ફી અને ફોટો લેતા લોકો સામે નારાજગી વ્યક્ત કરી છે. અટલ સેતુ પર મોટા ભાગના પ્રવસીઓ બ્રિજને જોવા અને ફોટા પાડવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે. અટલ સેતુની અનેક તસવીરો વાઇરલ થઈ રહી છે, જેમાં લોકો બ્રિજના રસ્તાની બાજુમાં ગાડી પાર્ક કરી ફોટો અને સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે. એક તસવીરમાં તો લોકો બ્રિજ પર ઊભા રહીને નારિયળ પાણીનો આનંદ માણી કચરો ત્યાજ ફેંકતા કૅમેરામાં કેદ થયા હતા.
અટલ સેતુ પર વાહનો માટે રેસક્યું પોઈન્ટ પણ બનાવવામાં આવ્યું છે. આ રેસક્યું પોઈન્ટમાં બ્રિજની બાજુએ એક ખૂલો વિસ્તાર મૂકવામાં આવ્યો છે. આપઘાત થયેલા વાહનોને સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા રેસક્યું પોઈન્ટ પર પણ લોકોને સેલ્ફી અને રિલ્સ બનાવવાનો શોખ પૂરો કર્યો હતો. નવી મુંબઈ અને મુંબઈના પ્રવાસને ઝડપી બનાવતા બ્રિજ પર એક તરફ લોકો વાહનો રોકી લોકો તસવીરો લેતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ તેમના નજીકથી ભારે ઝડપે વાહનો પણ પસાર થતાં દેખાઈ રહ્યા છે.
બ્રિજ લોકો માટે ખૂલો મુકાયા બાદ લોકોની આવી હરકતથી બ્રિજ પર કોઈ મોટો અકસ્માત બની શકે છે, એવી ચિંતા અનેક લોકોએ વ્યક્ત કરી છે. આ બ્રિજ પર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડે છે. અટલ સેતુ પર આ પ્રકાર બંધ કરવામાં માટે બ્રિજ પર પોલીસ તહેનાત કરવામાં આવે એવી માગણી કરવામાં આવી રહી છે.