
અમદાવાદ: આજે મકરસંક્રાંતિના પર્વે કેન્દ્રીય ગૃહ પ્રધાન મિત શાહ અમદવાદની મુલાકાતે છે. અમિત શાહે આજે વહેલી સવારે અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે વેજલપુર વિસ્તારમાં ભાજપ કાર્યકરો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સાથે ભજપના કેટલાક પદાધિકારીઓ અને વિધાન સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. વેજલપુરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી.
અમદાવદ બાદ અમિત શાહ ગાંધીનગર વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવમાં જોડાશે. ત્યાર બાદ તેઓ સાંજે પાંચ કલાકે સાબરમતી ક્ષેત્રના કાર્યકર્તાઓની સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે. અમિત શાહ સામાન્ય રીતે ઉત્તરાયણ અમદાવાદમાં પતંગ ચગાવીને જ ઉજવે છે.
આવતી કાલે તેઓ દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ અને ખાતમુહૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જ્યાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.
પતંગબાજોના જણાવ્યા મુજબ અગાઉના વર્ષો કરતા આ વખતે શહેરમાં ઉત્તરાયણનો માહોલ ઠંડો જોવા મળી રહ્યો છે, સામાન્ય કરતા ઓછા લોકો છત પર દેખાઈ રહ્યા છે, આકાશમાં પતંગ પણ ઓછી દેખાઈ રહી છે.