મનોરંજન

‘એક પતિ હોવાને નાતે…’ કરણ જોહરે અંકિતા લોખંડેની કરી તરફેણ, વિકીને આપી આ સલાહ..

Bigg Boss-17માં ગત એપિસોડમાં અંકિતા લોખંડેની સાસુમા એટલે કે વિકી જૈનની માતાએ એન્ટ્રી કરી હતી. એ એપિસોડ ઘણો ચર્ચામાં રહ્યો. શોમાં આવતાવેંત અંકિતાની સાસુએ ધમાધમ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. હવે ‘વિકેન્ડ કા વાર’ના એપિસોડમાં ફરીવાર આ મુદ્દો ઉઠ્યો છે, ખાસ કરીને karan joharએ આ મુદ્દે પોતાનું ઓપિનિયન આપી લોકોને ચોંકાવ્યા છે.

‘વિકેન્ડ કા વાર’ના એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં કરણ જોહરે વિકી જૈનને પૂછ્યું હતું કે એક પતિ તરીકે અંકિતા સાથે ઉભા રહેવાની, તેને સાથ આપવાની તમારી ફરજ હતી કે નહિ? હું એવું નથી કહી રહ્યો કે તમારે તમારી માતાની વિરુદ્ધમાં કંઇ બોલો. પરંતુ પત્નીનો પક્ષ જાણવાનો તો પ્રયાસ કરવો જોઇએ.

બિગબોસના એક એપિસોડમાં ankita ગુસ્સે ભરાઇને પતિ vicky jain પર ચપ્પલ ફેંકતી જોવા મળી હતી, તેના આ વર્તનની ઘણી ટીકા પણ થઇ હતી. બિગબોસ શરૂ થયું ત્યારથી આ પતિ-પત્ની વચ્ચેનો ડ્રામા સતત ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. બંને અવારનવાર ઝઘડા કરતા જોવા મળે છે, અને આ એપિસોડની ઘણી ક્લીપ સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થતી હોય છે. હવેના પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે વિકી અંકિતાને પૂછી રહ્યો છે કે શું થયું, અને અંકિતા કહે છે કે વિકીના પિતાએ અંકિતાની માતાને ફોન કરીને પૂછ્યું હતું કે શું તેઓ પણ આ રીતે અંકિતાના પિતા પર ચપ્પલ ફેંકતા હતા.

એ પછી આગળ પ્રોમોમાં વિકી અંકિતાને જવાબ આપે છે કે મારા પિતાની જગ્યાએ તમારા પિતા હોત તો આ ઘટનાને તેઓ કઇ રીતે જોત? જ્યારે અમુક બાબતો તમે સંભાળી ન શકો, નેશનલ ટેલિવિઝન પર તેની બધા સામે પ્રતિક્રિયા આપો તે સારું નથી લાગતુ. આ પ્રોમોની વાયરલ ક્લીપ અંગે યુઝર્સ પણ કમેન્ટ કરી રહ્યા છે, ‘કરણ જોહરે બરાબર કહ્યું,’ તેવું એક યુઝરે જણાવ્યું. અન્ય એક યુઝરે કહ્યું, ‘ઘરની બહાર આ લોકો નીકળશે ત્યારે શું થશે!’ અન્ય એક યુઝરે લખ્યું, ‘બંનેએ એકબીજાને છૂટાછેડા આપી દેવા જોઇએ.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button