આમચી મુંબઈ

રાજ્યમાં ગુટકાની દાણચોરી અને વેચાણ કરનારને આજીવન જેલન સજા ફટકારવાનો સરકારનો પ્રસ્તાવ

મુંબઈ: મહારાષ્ટ્રમાં 2012થી ગુટકા પર પ્રતિબંધ મૂકવામાં આવી છે. સરકાર દ્વારા ગુટકા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હોવા છતાં રાજ્યની અનેક પાનટપરીઓ પર બેફામ રીતે નિયમોની અવગણના કરીને વધુ કિંમતે ગુટકાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન (FDA) દ્વારા ગુટકાની દાણચોરી અને વેચાણ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરી તેમને આજીવન જેલની સજા આપવાનો પ્રસ્તાવ મહારાષ્ટ્રના એડવોકેટ જનરલે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવને મંજૂરી મળતા રાજ્યમાં ગુટકા વેચનાર આરોપી વેપારીને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી શકે છે.

મહારાષ્ટ્રમાં ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં રાજ્યમાં દરેક જગ્યાએ ખુલ્લામાં ગુટકાનું વેચાણ શરૂ છે. રાજ્યમાં ગુટકા વેચાણને રોકવા માટે એફડીએ અને પુણે પોલીસ દ્વારા શહેરના ગુટકા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુટકાને લીધે માઉથ કેન્સર થવાની શક્યતા વધે છે. રાજ્યમાં ગુટકા પ્રતિબંધ સામે ચલાવવામાં આવેલા ઝુંબેશને લઈને વેપારીઓએ કાર્યવાહીથી બચવા કાગળમાં અને થેલીઓમાં રાખીને વધુ કિંમતે વેચાણ કરી રહ્યા હોવાનું પોલીસની કાર્યવાહીમાં સામે આવ્યું હતું.


ગુટકા બનાવવાની ફેક્ટરીઓ રાજ્યની સીમાની બહાર આવેલી છે. જેથી ગુટકા તૈયાર કર્યા બાદ તેની પેકેજિંગ અને પોલીસથી બચાવી રાજ્યની અંદર તેની દાણચોરી કરીને વેપારીઓ સુધી પહોંચાડવાના સફરને લીધે ગુટકા વધુ કિંમતમાં વેચાઈ રહ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. તાજેરતમાં મહારાષ્ટ્રમાં ગુટકા વેચનાર આરોપીઓ સામે આઇપીસીની કલમ 272, 273 હેઠળ આરોપીઓને આજીવન જેલની સજા આપવામાં આવે એવી માગણી કેન્દ્ર સરકારને કરવામાં આવી હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.


એફડીએ અને પોલીસ દ્વારા 2023માં પુણેના જુદા જુદા વિસ્તારમાં કાર્યાવહી કરી હજારો રૂપિયાનો ગુટકા જપ્ત કર્યો હતો, તેમ જ આ મામલે 25 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત