મનોરંજન

Entertainment: બે અભિનેત્રી ફોટો પડાવી રહી હતી અને વચ્ચે આવ્યા હીમેન ને…

મુંબઈઃ ઘણીવાર એક નાનકડો વીડિયો કે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને મજા કરાવી દે છે. હાલમાં દરેકના મોઢા પર આમિર ખાન અને રીના દત્તાની દીકરી આયરા અને ફીટનેટ ટ્રેનર નૂપુર શિખરના લગ્ન અને રિસેપ્શનની ચર્ચા ચાલી રહી છે અને તેના ફોટા-વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે એક વધુ વીડિયો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઘણો ફની છે.

આયરા ખાન અને નુપુર શિખરેના લગ્નનું રિસેપ્શન ચર્ચામાં છે, જેમાં બોલિવૂડ અને ટીવી સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ દરમિયાન સુપરસ્ટાર ધર્મેન્દ્રનો એક ફની વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં બે અભિનેત્રીઓ ફોટો પડાવી રહી હતી. આ દરમિયાન હીમેન વચ્ચે આવીને ફોટોગ્રાફ્સ ક્લિક કરતા જોવા મળે છે. આ વીડિયો જોઈને ચાહકોએ અભિનેત્રીઓના વખાણ કર્યા અને સુપરસ્ટારની આ સ્ટાઈલને પસંદ કરી છે. જોકે વીડિયો જોતા લાગી રહ્યું છે કે ધર્મેન્દ્રને ખ્યાલ જ ન હતો કે આ બન્ને અભિનેત્રી અહીં ફોટા પડાવી રહી છે. હવે તમને જણાવી દઈએ કે આ બે અભિનેત્રી પણ એટલા જ દમદાર અભિનેતા કમલ હસનની પુત્રીઓ શ્રૃતિ અને અક્ષરા હસન હતી.

બન્ને ફિલ્મ ક્ષેત્રે સારું નામ કમાઈ ચૂકી છે. આ બન્નેએ પોતાના સંસ્કારને છાજે તે રીતે જ ધર્મેન્દ્રને રસ્તો આપ્યો હતો. આવા સેલિબ્રિટી ફંકશનમાં પાપારાઝીઓ માટે ખાસ ડાયસ બનાવવામાં આવતું હોય છે જ્યાં આમંત્રિત મહેમાનો ખાસ ફોટા પડાવવા માટે ઊભા હોય છે. આ ફોટા અને વીડિયો કરોડો નેટ યુઝર્સ જોતા હોય છે. આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા પણ આવી છે. એક યુઝરે લખ્યું, મને આ બે લેડીસે અભિનેતાને આપેલું સન્માન ગમ્યું… અન્ય યુઝરે લખ્યું, ધ વન એન્ડ ઓન્લી હીમેન. ચોથા યુઝરે લખ્યું, રીયલ મેન. પાંચમા યુઝરે લખ્યું, શેર પુત્તર હૈ વાહ જી વાહ. આ ઉંમરે મજબૂત અને ફિટ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button