ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર
કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ પાર્ટી છોડી દીધી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મિલિંદ દેવરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. એવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી કે મિલિંદ કોંગ્રેસ છોડીને એકનાથની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાઈ શકે છે. જોકે, એક દિવસ પહેલા જ તેણે આવી અટકળોને ફગાવી દીધી હતી.
રાજીનામું આપતા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે કહ્યું કે આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે. મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી સાથે મારા પરિવારનો 55 વર્ષ જૂનો સંબંધ ખતમ થઈ ગયો છે. હું તમામ નેતાઓ, સાથીદારો અને કાર્યકરોનો વર્ષોથી અતૂટ સમર્થન માટે આભારી છું.