સ્પોર્ટસ

કાનપુરમાં મોહમ્મદ શમીનો ભાઈ ધૂમ મચાવે છે

કમોહમ્મદ કૈફે ચાર વિકેટ લઈ ૪૫ રન પણ બનાવ્યા: ભુવનેશ્ર્વરની કરીઅરમાં પહેલી વાર આઠ વિકેટ

કાનપુર: રણજી ટ્રોફીની નવી સીઝનમાં શરૂઆતમાં જ કેટલાક સનસનાટીભર્યા પર્ફોર્મન્સીઝ જોવા મળ્યા છે. ભારતના ટોચના પેસ બોલર મોહમ્મદ શમી હમણાં પગની ઈજાને કારણે ટીમ ઇન્ડિયાથી દૂર છે, પરંતુ તેનો નાનો ભાઈ મોહમ્મદ કૈફ બેન્ગાલ વતી ધૂમ મચાવી રહ્યો છે. બીજી બાજુ, બેન્ગાલની હરીફ ટીમ ઉત્તર પ્રદેશ વતી દેશનો જૂનો ને જાણીતો પેસ બોલર ભુવનેશ્ર્વર કુમાર શનિવારે છવાઈ ગયો હતો. તેણે ૧૭ વર્ષની કરીઅરનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને ૪૧ રનમાં આઠ વિકેટ લીધી હતી.
કાનપુરમાં રણજી ટ્રોફીની એલીટ (ગ્રૂપ-બી)ની ચાર-દિવસીય મૅચમાં ગુરુવારે પ્રથમ દિવસ હતો જેમાં ઉત્તર પ્રદેશને માત્ર ૬૦ રનમાં ઑલઆઉટ કરાવવામાં મોહમ્મદ કૈફની મુખ્ય ભૂમિકા હતી. તેણે ૫.૫ ઓવરમાં ફક્ત ૧૪ રનમાં ચાર વિકેટ લીધી હતી. સૂરજ સિંધુ જયસ્વાલે ત્રણ અને ઇશાન પોરેલે બે વિકેટ લીધી હતી.
બેન્ગાલના દાવમાં પણ અનહોની જોવા મળી હતી. બેન્ગાલે ૧૮૮ રન બનાવીને ૧૨૮ રનની લીડ લીધી હતી, પરંતુ ઉત્તર પ્રદેશ વતી ભુવનેશ્ર્વર કુમારે ધૂમ મચાવી હતી. તેણે ૪૧ રનમાં આઠ પ્લેયરને આઉટ કર્યા હતા. માત્ર છઠ્ઠી અને દસમી વિકેટ યશ દયાલે લીધી હતી, જ્યારે બાકીની તમામ આઠ વિકેટ ભુવનેશ્ર્વરે પોતાના નામે કરી હતી. જોકે શમીના ભાઈને ભુવી આઉટ નહોતો કરી શક્યો. મોહમ્મદ કૈફ ૭૯ બૉલમાં એક સિક્સર અને ચાર ફોરની મદદથી ૪૫ રન બનાવીને અણનમ રહ્યો હતો.
ભુવીના આઠ શિકારમાં ત્રણ પ્લેયર કૅચઆઉટ, ત્રણ એલબીડબ્લ્યુ અને બે ક્લીન બોલ્ડ થયા હતા. ભુવીએ આ પહેલાં ક્યારેય એક દાવમાં સાત વિકેટ પણ નહોતી લીધી. ૭૭ રનમાં છ વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ હતો.
ભુવી ભારત વતી કુલ ૨૨૯ મૅચ રમ્યો છે જેમાં તેણે ૨૯૪ વિકેટ લીધી છે. આઇપીએલમાં તે બેન્ગલૂરુ, હૈદરાબાદ અને પુણે વતી રમી ચૂક્યો છે.

રમતને અંતે ઉત્તર પ્રદેશનો સ્કોર વિના વિકેટે ૪૬ રન હતો. મોહમ્મદ કૈફને બાવીસ રનમાં વિકેટ નહોતી મળી.

પુજારા બીજી ઇનિંગ્સમાં પણ હાફ સેન્ચુરી ચૂકી ગયો: મુંબઈ ૨૯૭ રનથી આગળ
રાજકોટમાં ચાર દિવસની રણજી મૅચમાં સૌરાષ્ટ્ર શનિવારે બીજા દિવસે હરિયાણાથી ૯૩ રન આગળ હતું. સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં ૧૪૫ રન બનાવ્યા હતા જેમાં ચેતેશ્ર્વર પુજારાના ૪૯ રન હતા. હરિયાણાના જયંત યાદવે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. હરિયાણાએ ૨૦૦ રન બનાવીને પંચાવન રનની સરસાઈ લીધી હતી. બીજા દાવમાં પુજારા ૪૩ રનમાં આઉટ થઈ જતાં ફરી હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો અને અર્પિત વસાવડા (૪૫ રન)એ પણ પાંચ રન માટે હાફ સેન્ચુરી ગુમાવી હતી. રમતને અંતે સૌરાષ્ટ્રનો સ્કોર છ વિકેટે ૧૪૮ રન હતો.
મુંબઈમાં બીકેસીના મેદાન પર મુંબઈએ પ્રથમ દાવમાં ૩૯૫ રન બનાવ્યા બાદ બીજા દિવસે આંધ્રની ટીમ ૯૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવી બેઠી હતી. પ્રશાંત કુમાર ૫૯ રને રમી રહ્યો હતો. મુંબઈ વતી શમ્સ મુલાનીએ બે અને રૉયસ્ટન દાસે એક વિકેટ લીધી હતી.
અમદાવાદમાં ગુજરાતે ક્ષિતિજ પટેલના ૯૫ રન અને ઉમંગ કુમારના ૭૨ રનની મદદથી ૨૬૪ રન બનાવ્યા ત્યાર બાદ કર્ણાટકને કૅપ્ટન મયંક અગરવાલે (૧૦૯ રન) તેમ જ મનીષ પાન્ડે (૫૬ નૉટઆઉટ)એ સરસાઈ અપાવી હતી. બીજા દિવસની રમતને અંતે કર્ણાટક પાંચ વિકેટે બનેલા ૩૨૮ રનના સ્કોર સાથે ૬૪ રનથી આગળ હતું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button