આમચી મુંબઈ

ઉતરાણ ઉજવી મુંબઈ પાછા ફરનારાઓ માટે મુશ્કેલી

મુંબઈથી ગુજરાત વચ્ચે અમુક ટ્રેનો રદ: બે દિવસ બ્લોક

મુંબઈ: ઉત્તરાયણના તહેવાર પછી મુંબઈથી ગુજરાત કે ગુજરાતથી મુંબઈ પાછા ફરનારા પ્રવાસીઓ એક મહત્વના સમાચાર આવ્યા છે, કારણ બે દિવસનો મહત્ત્વનો બ્લોક હાથ ધરવામાં આવશે. ગુજરાતના ભીલાડ અને કરમબેલી સ્ટેશનની વચ્ચે બ્રિજ નંબર ૨૬૪ના સમારકામ માટે ૧૬ અને ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ એમ બે દિવસ વિશેષ બ્લોક લેવામાં આવશે. બે દિવસના બ્લોક દરમિયાન અમુક પેસેન્જર-મેલ ટ્રેનોને રદ કરવાની સાથે અમુક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવશે, જ્યારે અમુક ટ્રેનોનું શેડ્યૂલ રિશેડ્યૂલ કરવામાં આવશે.

બ્લોકને કારણે પશ્ચિમ રેલવેમાં મુંબઈથી રવાના થતી અનેક ટ્રેનોને અસર થશે, જેમાં અમુક ટ્રેનોને સંપૂર્ણ રદ, અમુક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવશે. ભીલાડ અને કરમબેલી સ્ટેશનની વચ્ચે ૧૬ જાન્યુઆરીના મંગળવારે બપોરે એક વાગ્યાથી સાંજે સાડાપાંચ વાગ્યા સુધી સાડાચાર કલાકનો બ્લોક રહેશે. ૧૭ તારીખના બુધવારે સવારે નવ વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધી સાડા ચાર કલાકનો બ્લોક રહેશે.

પશ્ચિમ રેલવેમાં વેરાવલ-વલસાડ સ્પેશિયલ (ટ્રેન નંબર ૦૯૧૪૩), વલસાડ-ઉમરગામ રોડ (૦૯૧૫૪) અને ઉમરગામ રોડ-વલસાડ (૦૯૧૫૩) આ ત્રણ ટ્રેનોને પૂર્ણપણે રદ કરવામાં આવી છે તેમ જ આ યાદીમાં વડોદરા-દહાણુ રોડ એક્સ્પ્રેસ ટ્રેન (૨૨૯૩૦)ને વાપી સુધી જ દોડાવવામાં આવશે. દહાણુ રોડ-વડોદરા (૨૨૯૨૯) એક્સ્પ્રેસને દહાણુને બદલે વાપીથી રવાના કરવામાં આવશે. ત્યાર બાદ મુંબઈના બાન્દ્રા ટર્મિનસ-વાપી પેસેન્જર (૦૯૧૫૯)ને ઉમરગામ સુધી અને વાપી-વિરાર સ્પેશિયલ (૦૯૧૪૪) આ ટ્રેનને ઉમરગામ સુધી જ દોડાવાશે.

બ્લોકને કારણે મુંબઈથી ગુજરાત જતી અને ગુજરાતથી મુંબઈ આવતી અનેક ટ્રેનોને પણ અસર થઈ છે. આવી ટ્રેનોમાં બોરીવલી-વલસાડ સ્પેશિયલ (૦૯૦૮૫)ને ભીલાડ સુધી, બાન્દ્રા બાન્દ્રા ટર્મિનસ-વાપી સ્પેશિયલ ટ્રેન (૦૯૧૫૯)ને સંજાણ અને વાપી-વિરાર (૦૯૧૪૪) આ ટ્રેનને સંજાણ રેલવે સ્ટેશનથી દોડાવાશે, જ્યારે આ ત્રણ ટ્રેનોને ૧૭ જાન્યુઆરીના રોજ આંશિક રીતે રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત, ૧૬મી જાન્યુઆરીના બ્લોકને કારણે કુલ ૧૩ ટ્રેનને રેગ્યુલેટ કરવામાં આવી છે. આ ટ્રેનો ૩૦ મિનિટથી અઢી કલાક સુધી રેગ્યુલેટ થતાં તે અમુક કલાક સુધી મોડી પડી શકે છે. આ સાથે ૧૨ જેટલી વધુ ટ્રેનોને પણ ૧૬ અને ૧૭ જાન્યુઆરીએ આ બંને દિવસે પુન:નિર્ધારિત અને રેગ્યુલેટ કરવામાં આવી છે. જોકે, બે દિવસના બ્લોકને કારણે મુંબઈની લોકલ ટ્રેનસેવા પર પણ અસર થઈ શકે છે, તેથી પ્રવાસીઓને બે દિવસ ટ્રેનમાં મુસાફરી કરવામાં હાલાકી પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો