મનોરંજન

અનુપમાની ડિમ્પલના ગ્લેમર અંદાજે લોકોને મોહી લીધા

ટેલિવિઝનની સિરિયલ અનુપમાની ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ વિશેષ લોકપ્રિયતા મેળવી રહી છે. સિરિયલમાં અનુપમા એટલે રુપાલી ગાંગુલીના અભિનયની સૌએ નોંધ લીધી છે, પરંતુ એના સિવાયના પાત્રો પણ લાઈમલાઈટમાં રહે છે.
અનુપમા સિરિયલના મહત્ત્વના પાત્ર એટલે નિશિ સક્સેનાની વાત કરીએ. નિશિ સક્સેના એટલે ડિમ્પલના પાત્રથી જાણીતી બનેલી નિશિએ તાજેતરમાં તેના ગ્લેમર અંદાજે લોકોને મોહી લીધા હતા. સોશિયલ મીડિયા પર તેના ગ્લેમર અંદાજની વાત કરીએ.

ભોપાલમાં રહેનારી નિશિ સક્સેના અનેક ટીવી સિરિયલમાં કામ કરી ચૂકી છે, જેમાં નીમા ડેંજોગ્પા અને તેરાયાર હું મેંનો સમાવેશ થાય છે. ત્રણ-ચાર વર્ષ પહેલા મુંબઈમાં નિશિ સ્થાયી થઈ હતી. ટીવીમાં કામ કરવામાં સ્ટ્રગલ કરવાની નોબત આવી નથી, પરંતુ અનુપમાને લોકપ્રિયતા મળી હતી.

2022માં સિરિયલમાં કામ મળ્યું હતું. અનુપમામાં નાની વહૂના ડિમ્પલ શાહના રોલમાં જોવા મલી હતી. નિશિ સક્સેનાએ કહ્યું હતું કે મને આ સિરિયલના કારણે લોકોની ટીકાનો ભોગ બનવું પડ્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સિરિયલમાં તેના ડિમ્પલના કેરેક્ટરને થપ્પડ મારી ત્યારે લોકોએ તેને ખરી-ખોટી સંભળાવી હતી. પરંતુ એક સારી સિરિયલમાં કામ કર્યાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. તમારી જાણ ખાતર જણાવીએ કે અનુપમા ફેમ નિશિ સોશિયલ મીડિયા પર પણ અચૂક એક્ટિવ રહે છે, જ્યારે તેના બોલ્ડ ગ્લેમરસ બ્લેક કલરના ડ્રેસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button