જોઈ લો ક્રિકેટનો શ્રેષ્ઠ ઐતિહાસિક કેચ, સોશિયલ મીડિયા પર વાઈરલ
મેલબર્નઃ જેન્ટલમેનની ગેમ ગણાતી ક્રિકેટ હવે બારેમાસ રમાઈ રહી છે, જેમાં ટેસ્ટ ફોર્મેટથી એડવાન્સમાં હવે તો ટવેન્ટી-20 મેચ રમાઈ છે. ક્રિકેટના મેદાનમાં એકથી એક ચઢિયાતા સ્કોરની સાથે શાનદાર ફિલ્ડિંગના વિક્રમો નોંધાયા છે.
વિકેટ કિપર, બોલર હોય કે ફિલ્ડર દ્વારા પણ ડાઈવિંગ કેચના રોજબરોજ નવા નવા વિક્રમો નોંધાવે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફિલ્ડરનો ઐતિહાસિક કેચ જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જે ઓસ્ટ્રેલિયાની બીગ બેશ લીગનો હોવાનું કહેવાય છે. બિગ બેશ લીગમાં ફિલ્ડર શાનદાર ઐતિહાસિક કેચ પકડે છે, જ્યારે તેની સોશિયલ મીડિયા પર નોંધ લેવામાં આવી છે.
વાઈરલ વીડિયોમાં બેટર શાનદાર શોટ મારે છે, પરંતુ બાઉન્ડરીમાં બોલ પહોંચે એ પૂર્વે ફિલ્ડર ઝડપથી ડાઈવર મારીને કેચ પકડી લે છે. આ કેચની સૌથી મોટી બાબત એ હતી કે ફિલ્ડર પાછળની તરફ લાંબા અંતર એટલે 30 યાર્ડ સુધી દોડ્યા પછી તે બાઉન્ડ્રીને ટચ કર્યા પહેલા બોલને પકડે છે, પરંતુ બાઉન્ડરીમાં પહોંચ્યા પછી બોલને ઉપરની તરફ હવામાં ફંગોળે છે, ત્યાર પછી નજીકમાં ઊભેલો ફિલ્ડર સરળતાથી કેચ પકડી લે છે. આ ઐતિહાસિક કેચ પકડીને લોકોને ચોંકાવી નાખ્યા છે.
ફિલ્ડર કેચ પકડ્યા પછી ખૂદ ફિલ્ડરની સાથે બેટ્સમેન પર હેરાન થઈ ગયો હતો. સૌથી મોટા આશ્ચર્યની વાત એ હતી કે ફિલ્ડરે કેચ એક નહીં બે ફિલ્ડરે ઝડપીને ટીમે શાનદાર રીતે ફિલ્ડરને વધાવી લીધા હતા, જ્યારે સોશિયલ મીડિયા પર પણ તેને બેસ્ટ હિસ્ટોરિક કેચ તરીકે લોકો નવાજવા લાગ્યા હતા.