Aamir Khanની લાડકી ઈરા ખાનનો રિસેપ્શન લૂક જોયો કે? જોશો તો…
બી-ટાઉનમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ મિસ્ટર પરફેક્શનિસ્ટની લાડકી ઈરા ખાનના લગ્નની ચર્ચા ચાલી રહી છે. ત્રીજી જાન્યુઆરીએ મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા પછી 10 તારીખે રાજસ્થાનના ઉદયપુરમાં ક્રિશ્ચિયન વેડિંગ કર્યા હતા. આજે હવે કપલનું રિસેપ્શન અને રિસેપ્શનનો લૂક પણ સામે આવ્યો છે અને કહેવાની જરૂર ખરી કે અત્યાર સુધીની દરેક ઈવેન્ટની જેમ જ આ કપલ એકદમ બ્યુટીફૂલ અને મેડ ફોર ઈચ અધર લાગી રહ્યું હતું.
આજે એટલે કે 13મી જાન્યુઆરીએ નૂપુર શિખરે અને ઈરા ખાનનું રિસેપ્શન છે અને સોશિયલ મીડિયા પર કપલના રિસેપ્શન લૂકના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. પેપ્સ અને મીડિયા સામે પોઝ કરતી વખતે આ કપલ એકદમ ખુશ દેખાઈ રહ્યા છે.
ઈરા અને નૂપુરની સાથે સાથે જ આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તા અને આખો પરિવાર જોવા મળી રહ્યો છે. ઈરા અને નૂપુરે પોતાના આ સ્પેશિયલ ડે માટે એકદમ કમાલનો લૂક પસંદ કર્યો છે. ઈરા લાલ કલરના લહેંગા પર ગોલ્ડન વર્કવાળો આઉટફિટ પસંદ કર્યો છે તો નૂપુરે રિસેપ્શન માટે બ્લેક કલરનો આઉટફિટ પસંદ કર્યો હતો. બંનેનો આ લૂક ખૂબ જ કમાલનો લાગી રહ્યો છે.
દરમિયાન સોશિયલ મીડિયા પર ઉદયપુરના ક્રિશ્ચિયન વેડિંગના ફોટો પણ વાઈરલ થઈ રહ્યા છે જેમાં વ્હાઈટ કલરના વેડિંગ ગાઉનમાં ઈરા કમાલની સુંદર લાગી રહી હતી. ઈરા પપ્પા આમિર ખાન અને મમ્મી રીના દત્તનો હાથ પકડીને આવી રહી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
દરમિયાન આમિરનો પણ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં આમિર આખા ફંક્શન દરમિયાન પહેલી પત્ની રીના દત્તનો હાથ પકડીને બેસી રહ્યો છે. નોટિઝન્સ આ ફોટોને પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.