શ્રીરામની ભક્તિમાં લીન થઈ Bollywoodની આ એક્ટ્રેસ, કરી આવી પોસ્ટ…
બોલીવૂડની ક્વીન પોતાના પ્રોફેશનલ કરિયરની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખાસી એવી એક્ટિવ રહે છે અને દરેક મુદ્દા પર તે પોતાના વિચારો વ્યક્ત કરે છે પછી મુદ્દો પોલિટિક્સનો હોય કે ધાર્મિક હોય કે સામાજિક… પોતાના આ સ્વભાવને કારણે જ તે ઘણી વખત વિવાદોનો મધપૂડો પણ છંછેડી દેતી હોય છે. હાલમાં જ મણિકર્ણિકા અને તેજસ ફેમ એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે.
કંગના રનૌતે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શ્રી રામના મહિમાના ગુણગાન કરતી એક પોસ્ટ શેર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરનું ઉદ્ઘાટન સમારોહ યોજાવવાનો છે અને આ પ્રસંગે કંગનાને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
કંગના ધાર્મિક આસ્થાને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. એક્ટ્રેસે પોતાની ટ્વીટમાં શ્રીરામની વિશેષતાઓનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું ભારતીય મન દરેક પરિસ્થિતિમાં પ્રભુ શ્રીરામને સાક્ષી બનાવવા માટે ટેવાયેલું છે.
કંગના રનૌત શ્રીરામને પોતાના આરાધ્ય દેવ માને છે અને અયોધ્યામાં શ્રીરામ મંદિરને લઈને તે એકદમ ખુશ છે અને તેણે પોતાની ટ્વીટના માધ્યમથી જણાવ્યું છે કે શ્રીરામ કઈ રીતે ભારતીય જનમાનનો એક અભિન્ન અંગ બની દયા છે. કંગનાએ લખ્યું છે કે આપણે દુઃખમાં પણ ભગવાન રામને યાદ કરીએ છીએ અને શરમાઈએ છીએ ત્યારે પણ રામને જ યાદ કરીએ છીએ. જીવનની કોઈ એવી ક્ષણ નથી કે જ્યારે આપણે રામને યાદ નથી કરતાં. કંગનાનું આ ટ્વીટ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને સોશિયલ મીડિયા પર કંગનાનું આ ટ્વીટ ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના છેલ્લાં ફિલ્મ તેજસમાં જોવા મળી હતી, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઉકાળી શકી નહોતી. આ સિવાય કંગનાને ફિલ્મ ચંદ્રમુખી-2માં જોવા મળી હતી અને આ ફિલ્મમાં કંગનાની એક્ટિંગને લોકોએ ખૂબ જ વખાણ્યો હતો. કંગનાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેની ફિલ્મ ઈમર્જન્સી રીલિઝ થવા માટે તૈયાર છે અને આ ફિલ્મમાં ઈંદિરા ગાંધીના રોલમાં જોવા મળશે.