માલિકને મેડિકલ ઈમર્જન્સીમાં જોઈને શ્વાને કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ…
સોશિયલ મીડિયા પર દરરોજ સેંકડો વીડિયો શેર કરવામાં આવતા હોય છે અને એમાંથી કેટલાક વીડિયો તો એવા હોય છે કે જે તમારા હૃદયને સ્પર્શી જાય છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક વીડિયોની વાત લઈને આવ્યા છીએ. જેમાં એક શ્વાન બીમાર માલિકની એમ્બ્યુલન્સ પાછળ ભાગતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
GoodNewsMovement નામની આઈડી પરથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં જ્યારે શ્વાને એમ્બ્યુલન્સમાં પોતાના માલિક સાથે બેસવાનો પ્રયાસ કર્યો તે તેને તરત જ બહાર કાઢવામાં આવ્યો પણ તેમ છતાં શ્વાને આ મુશ્કિલ ઘડીમાં પોતાના માલિકનો સાથ આપવાનું પસંદ કર્યું અને તે એમ્બ્યુલન્સની પાછળ દોડતો જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર શ્વાનનો પોતાના માલિક માટેના આ અસાધારણ પ્રેમનો વીડિયો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે પોતાના માલિકની સાથે રહેવા માટે આ શ્વાન અસાધારણ પ્રયાસ કરી રહ્યો છે. એમ્બ્યુલન્સની ટીમે જ્યારે આ જોયું તો તેમણે જે કર્યું એની તો તમે કલ્પના પણ નહીં કરી હોય. તેમણે દર્દીના આ પ્રેમાળ મિત્રને એમ્બ્યુલન્સમાં બેસાડી દીધો અને હોસ્પિટલ જવા માટે રવાના થયા હતા.
અત્યાર સુધીમાં આ વીડિનો અગિયાર હજાર કરતાં વધુ વખત જોવામાં આવ્યો છે અને તેને સેંકડો લાઈક્ટ મળી ચૂક્યા છે. વીડિયો પર નેટિઝન્સ જાત જાતની કમેન્ટ પણ કરી રહ્યા છે, તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો જોઈ લેજો, દિલ ખુશ થઈ જશે એકદમ…