ઇન્ટરનેશનલનેશનલ

“ભારત હવે રાજકીય રીતે સૌથી સ્થિર દેશ છે…” યુએસ-ઈન્ડિયા પાર્ટનરશિપ ફોરમના વડા મુકેશ આઘી

નવી દિલ્હી: યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના વડા મુકેશ આઘીએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ભારતના નેતૃત્વમાં વિશ્વાસ વધ્યો છે. રાજકીય જોખમના દૃષ્ટિકોણથી ભારત હવે સૌથી સ્થિર દેશ માનવામાં આવે છે.

મુકેશ આઘીએ વૈશ્વિક રાજકારણની બદલાતી ગતિશીલતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે અમેરિકાને હવે નોંધપાત્ર રાજકીય જોખમ ધરાવતો દેશ માનવામાં આવે છે. ભારત આર્થિક વૃદ્ધિ તરફ નજર રાખી રહ્યું છે. જેમ જેમ વસ્તુઓ આગળ વધશે તેમ તેમ ભારતનો આત્મવિશ્વાસ પણ વધતો જશે.

ભારતના રાજકીય પરિદ્રશ્યની ઐતિહાસિક ધારણા પર ભાર મૂકતા, મુકેશ અઘીએ કહ્યું કે દેશમાં ખાસ કરીને રાજકીય જોખમ વિશે વાત કરવી જોઈએ. ભારતને હંમેશા રાજકીય જોખમ ધરાવતા દેશ તરીકે જોવામાં આવે છે. હું પહેલીવાર કહી રહ્યો છું કે ભારત રાજકીય જોખમના દૃષ્ટિકોણથી સૌથી સ્થિર દેશ બની રહ્યો છે.

તેમણે કહ્યું કે, અમેરિકામાં રાજકીય અસ્થિરતા ચરમસીમાએ છે. અમને ખબર નથી કે ત્યાં શું થવાનું છે. ટ્રમ્પ પાછા આવી શકે છે, અથવા રાષ્ટ્રપતિ બાઈડેન ફરીથી ચૂંટાઈ શકે છે, અથવા નિક્કી હેલી પણ રાષ્ટ્રપતિ બની શકે છે.

મુકેશ આઘીએ કહ્યું કે વિશ્વ પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકા અને ભારતથી લઈને રશિયા, ઈન્ડોનેશિયા અને પાકિસ્તાન જેવા વિવિધ દેશોની લગભગ 50% વસ્તી મતદાન કરવા તૈયાર છે. આપણે પરિવર્તન જોઈ રહ્યા છીએ. મને લાગે છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત સત્તા સંતુલનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

ભારતની ભૂમિકા વિશે વાત કરતા મુકેશ આઘીએ કહ્યું કે ભારત જેવા દેશો વધુ અડગ અને આર્થિક રીતે મજબૂત બની રહ્યા છે.

2017 માં રચાયેલ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમનો હેતુ વ્યાપાર અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવાનો અને યુએસ અને ભારતમાં અર્થતંત્ર અને સમાજના તમામ પાસાઓમાં જાહેર-ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button