નેશનલ

‘નારાયણ મૂર્તિ કોર્પોરેટ ગાંધી હશે, પણ હું કસ્તુરબા નથી..’: સુધા મૂર્તિએ કોને કહી આ વાત?

ઇન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે તેઓ અઠવાડિયામાં 85થી 90 કલાક કામ કરી લીધા બાદ પરિવાર સાથે પરિવારને ક્વોલિટી ટાઇમ વિતાવતા હતા. સુધા મૂર્તિએ પણ કહ્યું હતું કે આ ઉંમરમાં પણ પોતે 70 કલાકથી વધુ સમય સુધી કામ કરે છે.

સુધા મૂર્તિએ તેમના પતિ અને ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ થોડા સમય પહેલા આપેલા 70 કલાકના કામકાજના સમય અંગેના નિવેદનનું સમર્થન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ ખુદ અઠવાડિયાના 70 કલાક કામ કરે છે. એ પછી નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે પરિવાર સાથે ક્વોન્ટિટી ટાઇમ નહિ, પરંતુ ક્વોલિટી ટાઇમ પસાર કરવો એ જરૂરી છે.

એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં મૂર્તિ દંપતિને પૂછવામાં આવ્યું હતું કે બંને વચ્ચે અનકોમન પ્રકારનો પ્રેમ છે. જે સાવ જુદો જ છે, એ કઇ રીતે? આ સવાલના જવાબમાં સુધા મૂર્તિએ કહ્યું હતું કે તેઓ(નારાયણ મૂર્તિ) કોર્પોરેટના ગાંધી છે, પણ હું કસ્તુરબા નથી. તેઓ પહેલીવાર વર્ષ 1974માં મળ્યા હતા. ત્યારથી તેઓ ઇન્ફોસિસના ફાઉન્ડરને મૂર્તિ કહીને જ નામથી જ સંબોધિત કરે છે.

પ્રખ્યાત લેખિકા Sudha Murthyએ Infosysના સહસ્થાપકના નિવેદનનો અર્થ આપતા કહ્યું હતું કે લોકોએ તેમના કામનો આનંદ લેવો જોઇએ. કામ પ્રત્યે ઝનૂની બનવું જોઇએ અને રજાઓમાં પણ કામ કરવું જોઇએ. કામમાં સખત મહેનતનું તેમનું વલણ એ તેમનો (નારાયણ મૂર્તિ) વ્યક્તિગત અનુભવ છે કેમકે તેઓ હંમેશા પૂરતા પ્રયાસ કરવાના સિદ્ધાંતને અનુસરે છે.

પોતાની કંપની સ્ટેબલ કરવા માટે તેમણે 85 થી 90 કલાક કામ કર્યું છે અને તે પછી પણ પરિવાર સાથે સમય વિતાવતા હતા.


એ પછી નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે તેઓ સવારે 6 વાગે ઓફિસ જવા નીકળી જતા અને રાત્રે 9 વાગે પરત આવતા, તેઓ પરત આવે ત્યારે બાળકો તૈયાર રહેતા. એ પછી સુધા, બાળકો અને સુધાના પિતા સૌ લોકો બહાર જમવા જતા. જ્યારે પણ તેમના પરિવારને જરૂર પડી છે ત્યારે તેમણે હંમેશા પરિવારને સમય આપ્યો છે તેવું નારાયણ મૂર્તિએ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા નારાયણ મૂર્તિએ દેશના જીડીપીમાં વૃદ્ધિ માટે યુવાનોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 70 કલાક કામ કરવુ જોઇએ તેવું નિવેદન આપ્યું હતું. અનેક અબજોપતિઓએ તેના પર પ્રતિક્રિયા પણ આપી હતી, જો કે યુવાનોમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button