માતાએ પૂછ્યું લગ્ન નથી કરવા તો શું કરવું છે? ફિલ્મ નિર્માતાએ આપ્યો આવો જવાબ…
બી-ટાઉનના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહર એવા પસંદગીના લોકોમાંથી છે કે જેઓ લગ્ન વિના સરોગસીની મદદથી પિતા બન્યો છે. કરણે 2017માં બે ટ્વીન્સ દીકરાનો પિતા બન્યો હતો. પણ ફિલ્મ મેકરે હવે એક ઈન્ટરવ્યુમાં લગ્નને લઈને ચોંકાવનારા ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે આ ખુલાસો…
વાત જાણે એમ છે કરણ જ્યારે 40 વર્ષનો હતો ત્યારે જ તેણે તેની માતા સામે ખુલાસો કરી દીધો હતો કે તેણે લગ્ન નથી કરવા પણ તેને બાળકો જોઈએ. ઈન્ટરવ્યુમાં આ અંગે ખુલાસો કરતાં કરણે કહ્યું હતું કે જ્યારે હું 40 વર્ષનો હતો ત્યારે મારી માતા હીરુ જૌહરે પૂછયું કે લગ્ન નથી કરવા તો જીવનને લઈને તારા શું પ્લાન છે. મેં એમને જવાબ આપ્યો કે મારે લગ્ન નથી કરવા પણ હા મને બાળકો ચોક્કસ જોઈએ છે. મારો આ જવાબ સાંભળીને એકદમ ખુશ થઈ ગઈ હતી.
કરણે જ્યારે પ્રેગ્નન્સીના ત્રણ મહિના થઈ ગયા ત્યાર બાદ જ તેની માતાને આ ગુડન્યુઝ વિશે જણાવ્યું હતું. કરણને હતું કે બાળકો એપ્રિલમાં જન્મ લેશે, પણ કંઈ કારણ અનુસાર ફેબ્રુઆરીમાં જ તેઓ ધરતી પર આવી ગયા. તેમના જન્મની જાહેરાત કરણે લંડન જતી વખતે ફ્લાઈટમાંથી કરી હતી, કારણ કે કરણને અંદાજો હતો કે ન્યુઝ પેપરવાળા આ સમાચાર છાપી નાખશે. એક મહિના બાદ કરણ પોતાના બાળકોને મળી શક્યો હતો.
કરણ જોહર ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેને લોકો સોશિયલ મીડિયા પર સૌથી વધારે ટ્રોલ કરવામાં આવે છે. કરણે પોતાના બાળકો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ઈન્ટરનેટ પર મારા સંતાનોને ખૂબ જ પ્રેમ મળે છે. મને તો ટ્રોલિંગની આદત પડી ગઈ છે. હું મારા બાળકો વિશે જે કંઈ પણ શેર કરું છું એના પર એક પણ નેગેટિવ કમેન્ટ નથી આવતો.