Mukesh Ambani-Nita Ambaniના હાથે લખેલો પત્ર કેમ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે?
![Invite Handwritten Note Viral](/wp-content/uploads/2024/01/Anant-Ambani-Radhika-Merchant-Wedding.webp)
Mukesh Ambani And Nita Ambani’s Son Anant Ambani’s Wedding Invite Card સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગયા વર્ષે સગાઈ કરી હતી. અંબાણી કુટુંબની કોઈ પણ ઈવેન્ટ હોય તે હંમેશા ગ્રાન્ડ હોય છે એટલે બંનેના લગ્ન ક્યારે લેવાય છે એ તરફ બધાનું ધ્યાન હતું અને હવે લોકોની આ ઉત્સુકતાનો અંત આવી ગયો છે.
અનંત અને રાધિકાના લગ્નના પ્રિવેડિંગ ફંક્શનની તૈયારીઓ શરૂ થઈ ગગ છે અને આ પ્રિ-વેડિંગ ફંક્શનનું ઈન્વિટેશન કાર્ડ પણ સામે આવ્યું છે. આ કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે એટલું જ નહીં આ કાર્ડની સાથે સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ હાથે લખેલો પત્ર પણ વાઈરલ થઈ રહ્યો છે.
વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનનું કાર્ડ પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે અનંત અને રાધિકા મર્ચન્ટનું આ પ્રિ-વેડિંગ ફંક્શનની ઉજવણી જામનગરમાં થવાની છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું આ પ્રિ-વેડિંગ ફંક્શન પહેલી, બીજી અને ત્રીજી માર્ચના ગુજરાતના જામનગર ખાતે રહેશે. આ કાર્ડની સાથે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના હાથે લખેલો એક પત્ર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે અનંતના જીવનનની નવી શરૂઆતને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે અને ગુજરાતનું જામનનગર એના માટે ખૂબ જ સ્પેશિયલ જગ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની વિધિ ચુનરી વિધિ, ગોળધાણા વગેરેને ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી, ત્યાર બાદ રિંગ સેરેમની પણ એટજા જ જોરશોરથી સેલિબ્રેટ કરવામાં આવી હતી. દર વખતની પરંપરા અનુસાર અંબાણી પરિવારે એન્ટાલિયા ખાતે એન્ગેજમેન્ટ પાર્ટીનું આયોજન પણ કર્યું હતું, જેમાં બી-ટાઉનના સેલિબ્રિટીઓ અને અનેક રાજકારણીઓ, ઉદ્યોગપતિએ હાજરી આપી હતી.