મનોરંજન

આ સેલિબ્રિટીઓને નથી મળ્યું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ, અમુક નામો સાંભળીને તો…

અત્યારે આખો દેશ રામમય થઈ ગયો છે. 22મી જાન્યુઆરીના ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનેક મોટી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે જેમાં દેશ વિદેશના નેતાઓથી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા માથાઓનો સમાવેશ થાય છે. પણ આજે આપણે અહીં વાત કરવાના છીએ એવા સેલેબ્સ વિશે કે જેમને હજી સુધી આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટેનું આમંત્રણ નથી આપવામાં આવ્યું.

આ યાદીમાં અનેક ફેમસ સેલેબ્સના નામ પણ છે જેના વિશે જાણીને તમે ખુદ ચોંકી ઉઠશો…
આ યાદીમાં સૌથી પહેલી નામ આવે છે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રામ ચરણનું. રામ ચરણના નામમાં ભલે રામ આવે છે પણ એને આમંત્રણ પત્રિકા નથી આપવામાં આવી, જોકે એના પિતા ચિરંજીવીને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રિત કરવામાં આવ્યા છે.


આ સિવાય બોલીવુડના છોટે નવાબ તરીકે ઓળખાતા સૈફ અલી ખાન અને તેની પત્ની કરિના કપૂરને પણ આ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટેનું આમંત્રણ નથી આપવામાં આવ્યું.


આગળ વધીએ અને વાત કરીએ બોલીવૂડથી હોલીવુડ જઈને પોતાના અને ભારતના નામનો ડંકો વગાડનાર ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કે નહીં એની કોઈ સત્તાવાર માહિતી નથી મળી રહી. એક્ટ્રેસ હાલમાં વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે.


આ સિવાય મુંગળાગર્લ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાને પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા નિમંત્રણ નથી આપવામાં આવ્યું.


હવે જે નામની અમે વાત કરવા જઈ રહ્યા છીએ એ બંને નામ વિશે સાંભળીને તો તમે પણ ચોક્ક્સ જ ચોંકી ઉઠશો. જી હા, બી ટાઉન મોસ્ટ લવેબલ અને અડોરેબલ કપલ એટલે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત નથી કરવામાં આવ્યા.


આ તમામ જાણીતા ચહેરા સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા- કિયારા અડવાણી, સંજય દત્ત- માન્યતા દત્ત, આપના સાંસદ રાઘવ ચઢ્ઢા – પરિણીતી ચોપરા અને વિકી કૌશલ તેમ જ તેની પત્ની કેટરિના કૈફને પણ આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નિમંત્રણ નથી મોકલવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button