સ્પોર્ટસ

શાહીન આફ્રિદીની ડેબ્યૂ કૅપ્ટન્સી ફ્લૉપ: ઓવરમાં ૨૪ રન આપ્યા અને હાર પણ જોવી પડી

ઑકલૅન્ડ: પાકિસ્તાનના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ છ વર્ષની ટી-૨૦ ઇન્ટરનૅશનલ કરીઅરમાં પોતાની બોલિંગમાં નહીં અનુભવી હોય એવી શરમજનક સ્થિતિ શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝની પહેલી ટી-૨૦ મૅચમાં અનુભવી હતી.

શાહીન આફ્રિદી પોતાની કૅપ્ટન્સીની આ પહેલી જ મૅચ હતી એટલે મૅચની શરૂઆત પહેલાં તેને એનો બેહદ આનંદ હતો. ડેબ્યૂ કૅપ્ટન્સીના બીજા જ બૉલમાં તેણે કિવી ઓપનર ડેવૉન કૉન્વેને ઝીરો પર કૅચઆઉટ કરાવ્યો એટલે તેનો આનંદ ચરમસીમાએ પહોંચી ગયો હતો, પરંતુ પોતાની પછીની જ ઓવર તેણ બોલિંગને ચીંથરેહાલ થતી જોઈ હતી. બીજા ઓપનર ફિન ઍલને તેની એ ઓવરમાં ધુલાઈ કરી હતી. ઓવરના પહેલા પાંચ બૉલમાં ઍલને ૨૪ રન (૬, ૪, ૪, ૪, ૬) ઝૂડી કાઢ્યા હતા. શાહીન આફ્રિદીની કરીઅરની એ સૌથી ખર્ચાળ ઓવર બની હતી. આફ્રિદીનો પ્રેક્ષકોના એક વર્ગે હુરિયો બોલાવ્યો હતો.

શાહીન આફ્રિદીએ ૧૦થી ૧૩મી ઓવર દરમ્યાન બીજા બે કડવા ઘૂંટ પીવા પડ્યા હતા. શાહીન આફ્રિદીએ ૧૦મી ઓવર ઉસામા મીરને આપી હતી જેમાં કિવી બૅટર્સે ૧૮ રન ઝૂડી કાઢ્યા હતા. ૧૧મી ઓવર એનાથી પણ વધુ ખર્ચાળ હતી. આમેર જમાલની એ ઓવરમાં ૨૦ રન અને જમાલની જ પછીની ઓવરમાં ૧૯ રન બન્યા હતા. જમાલની ચાર ઓવરમાં કુલ પંચાવન બન્યા હતા અને તે જરૂર પોતાની એ બોલિંગ ઍનેલિસિસ (૪-૦-૫૫-૦)ને જરૂર ભૂલવાની કોશિશ કરશે. કૅપ્ટન શાહીન આફ્રિદીને કિવી બૅટર્સે ઇનિંગ્સની ડેથ ઓવર્સમાં પણ નહોતો છોડ્યો. તેની ત્રીજી ઓવરમાં એક છગ્ગો અને ચોથી ઓવરમાં એક છગ્ગો અને એક ચોક્કો ફટકારવામાં આવ્યો હતો. અધૂરામાં પૂરું, પાકિસ્તાન આ મૅચ ૪૬ રનથી હારી ગયું એટલે શાહીન આફ્રિદીની કૅપ્ટન્સીની પરાજય સાથે શરૂઆત થઈ હતી.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ