અટલ સેતુ ટોલના નવા દરો
મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (અટલ સેતુ)નું શુક્રવારે વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયું હતું, જેના ટોલમાં સુધારો કરવામાં આવ્યો છે. શિવરી-શિવાજી નગર (ઉલવે) પર પેસેન્જર વાહનો માટેના ટોલના દરમાં ફેરફાર કરીને રૂ. ૨૦૦ કરવામાં આવ્યા છે. શિવાજી નગર-ગવહન માટેના અઢી કિમીના રૂ. ૫૦ નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ આ આખા માર્ગ માટે રૂ. ૨૫૦નો ટોલ નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મુસાફરો આ દરિયાઈ પુલનો ઉપયોગ શનિવારથી કરી શકશે.
શનિવારથી શરૂ થનારા આ બ્રિજ પર વાહનોના Toll Tax:
કાર માટે વન-વેના રૂ. ૨૫૦, જ્યારે રિટર્ન જર્નીના રૂ. ૩૭૫ રહેશે. આ સાથે આખા દિવસમાં ગમે તેટલી વાર આવન-જાવન કરવા માટે રૂ. ૬૨૫ રાખવામાં આવ્યા છે અને મહિનાના રૂ. ૧૨,૫૦૦ રાખવામાં આવ્યા છે.
એવી જ રીતે એલસીવી-મિની બસના એક સમયના રૂ. ૪૦૦, રિટર્નના રૂ. ૬૦૦, આખા દિવસના રૂ. ૧૦૦૦ અને મહિનાના રૂ. ૨૦,૦૦૦.
બસ/ટુએક્સલ ટ્રકના એક સમયના રૂ. ૮૩૦, રિટર્નના રૂ. ૧૨૪૫, આખા દિવસના રૂ. ૨૦૭૫ અને મહિનાના રૂ. ૪૧,૫૦૦.
એમએવી ૩ એક્સેલના એક સમયના રૂ. ૯૦૫, રિટર્નના રૂ. ૧૩૬૦, આખા દિવસના રૂ. ૨૨૬૫ અને આખા મહિનાના રૂ. ૪૫,૨૫૦.
એમએવી ૪થી ૬ એક્સેલના આખા દિવસના રૂ. ૧૩૦૦, રિટર્નના રૂ. ૧૯૫૦, આખા દિવસના રૂ. ૩૨૫૦ અને આખા મહિનાના રૂ. ૬૫,૦૦૦.
તેમ જ મલ્ટીએક્સેલના એક સમયના રૂ. ૧૫૮૦, રિટર્નના રૂ. ૨૩૭૦, આખા દિવસના રૂ. ૩૯૫૦ અને આખા મહિનાના રૂ. ૭૯,૦૦૦ રાખવામાં આવ્યા છે.