અભિનેત્રીની ખુલ્લેઆમ કબૂલાત: ‘હું એક પઝેસિવ ગર્લફ્રેન્ડ છું, અને મારી આ વાત મને બિલકુલ પસંદ નથી’
Ananya Pandeyએ હાલમાં જ બોલીવુડ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે તેની રિલેશનશીપ કન્ફર્મ કરી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાની અને આદિત્ય વિશેની વાતો જણાવી, જેમાં પોતે એક પઝેસિવ ગર્લફ્રેન્ડ હોવાની કબૂલાત કરી હતી. તેણે એમ પણ જણાવ્યું હતું કે તે ઘણી એવી પ્રવૃત્તિઓ કરે છે જે તેની પસંદગીની નથી પરંતુ આદિત્યને સારુ લાગે એ માટે તે કરે છે.
અનન્યા પાંડે છેલ્લા ઘણા સમયથી તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. તે આદિત્ય રોય કપૂર સાથે ઘણા સ્થળોએ જોવા મળતી હતી. તાજેતરમાં અભિનેત્રીએ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ-8’ પર તેમના સંબંધોની ચર્ચા થતાં જ બંને વિશે ઘણી અફવાઓ ઉડી હતી. ગર્લફ્રેન્ડ તરીકે અનન્યાએ પોતાની પસંદ-નાપસંદ વિશે ખુલીને વાત કરી, તેણે કહ્યું હતું કે પોતાના વિશેની 2 બાબતો તેને પસંદ નથી. એક તો તે ખૂબ જ પઝેસિવ છે અને બીજું એ કે કેટલીકવાર તે એવી વસ્તુઓ કરી લે છે જે તેને કરવાનું પસંદ નથી, પરંતુ તેનો પાર્ટનર તેને ખૂબ પસંદ કરે છે આથી એ વસ્તુ કે પ્રવૃત્તિ તે કરતી હોય છે.
અનન્યા હાલમાં જ આદર્શ ગૌરવ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળી હતી. આ ફિલ્મના ઘણા વખાણ થઇ રહ્યા છે. કોફી વિથ કરણમાં કરણે તેને વારંવાર આદિત્ય વિશે પૂછ્યું હતું જો કે તે પહેલા સવાલો ટાળતી જોવા મળી હતી, એ પછી તેણે સંબંધની કબૂલાત કરી હતી અને રિલેશનશીપ કન્ફર્મ કરી હતી.