મનોરંજન

Priyanka Chopraએ દીકરી માલતીને લઈને સોશિયલ મીડિયા કરી પોસ્ટ, અને કહ્યું…

દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા બોલીવૂડથી હોલીવૂડ ગઈ અને બસ ત્યાંની જ થઈને રહી ગઈ છે. પીસી પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લઈને કારણે પણ ચર્ચામાં રહે છે. બંને લાઈફ વચ્ચે તે ખૂબ જ સારી રીતે મેનેજ કરી જાણે છે.

સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી એક્ટિવ રહેતી પીસી અવારનવાર પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હવે એક્ટ્રેસે પોતાની દીકરી માલતીને લઈને એક મહત્ત્વની અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આવો જોઈએ શું છે આ અપડેટ…

વાત જાણે એમ છે કે માલતી હવે બે વર્ષની થઈ રહી છે તે પણ મમ્મી પ્રિયંકા સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. હવે પીસીએ માલતીને લઈને એક મહત્ત્વની માહિતી શેર કરી છે અને આ માહિતી એવી છે માલતી હવે સેલ્ફી ક્લિક કરવાનું શિખી રહી છે. પીસીએ માલતીના ફોટો શેર કરીને લખ્યું છે કે આ ફોટો ખુદ માલતીએ ક્લિક કર્યા છે અને તે સેલ્ફી લેવાનું શિખી રહી છે.

પીસીએ શેર કરેલાં આ ફોટો તે કારમાં પ્રવાસ કરી રહી છે એ સમયના છે. આ ફોટો માલતીના છે પણ એમાં માલતીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ નથી રહ્યો. ખાલી એનું માથું જ દેખાઈ રહ્યું છે અને એ ફોટો પણ ખૂબ જ બ્લર છે.

પીસીએ માલતીના આ ફોટો શેર કરીને લખ્યું છે કે એણે કેટલીક સેલ્ફી ક્લિક કરી છે. બીજો ફોટો પીસીએ ઈમોજી સાથે શેર કર્યો છે. ફોટોમાં ક્યારેક માલતીની ચોટલી દેખાઈ રહી છે તો કેટલાક ફોટોમાં ખાલી એની ક્લિપ દેખાઈ રહી છે.

માલતીના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે અને ફેન્સ તેના આ ફોટો પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે કમેન્ટ અને લાઈક્સના સ્વરૂપે. એક ફેને કમેન્ટ બોક્સમાં લખ્યું છે કે આઈબ્રોનો આકાર પપ્પા નિક જોનસ જેવી છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે તે સેલ્ફી ક્વીન છે પોતાની સુંદર માતાની જેમ. આ ફોટો પર ફેન્સ હાર્ટ અને કિસવાળી ઈમોજી પોસ્ટ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પીસી અને નિકની આ લાડકવાયી માલતી મેરી બે વર્ષની થવાની છે. બંને જણ સરોગસીની મદદથી માતા-પિતા બન્યા હતા. 15મી જાન્યુઆરી, 2022ના માલતીનો જન્મ થયો હતો એટલે ત્રણ જ દિવસમાં માલતી બે વર્ષની થઈ જશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પીસી પાસે ઘણા બધા પ્રોજેક્ટ્સ છે લાઈનમાં અને એમાંથી મોટાભાગના હોલીવૂડ પ્રોજેક્ટ્સ છે. છેલ્લે પીસી ધ સ્કાઈ ઈઝ પિંકમાં જોવા મળી હતી અને આ ફિલ્મમાં પીસીની એક્ટિંગના ભરપૂર વખાણ પણ કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button