નેશનલ

હિમાચલમાં હવે 21 વર્ષે થશે છોકરીઓના લગ્ન, કેબિનેટે પાસ કર્યો પ્રસ્તાવ….

શિમલા: હિમાચલ પ્રદેશ કેબિનેટમાં છેલ્લા ઘણા સમયથી આ બાબત પર વાટાઘાટો ચાલી રહ્યો હતો ત્યારે સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે છોકરીઓ 21 વર્ષની ઉંમરે જ લગ્ન કરી શકશે. 2023માં કેબિનેટે છોકરીના લગ્નની લઘુત્તમ ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસાતવને આજે માન્યતા આપવામાં આવી હતી ત્યારે હવે યુવતીઓની લગ્ન માટેની લઘુત્તમ વય 18થી વધારીને 21 વર્ષ કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

શુક્રવારે શિમલામાં સીએમ સુખવિંદર સિંહ સુખુની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં હિમાચલમાં નવી ફિલ્મ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. ફિલ્મ કાઉન્સિલ બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. નવી નીતિ હેઠળ હિમાચલમાં શૂટિંગ માટે જરૂરી પરવાનગીઓ હવે ત્રણ દિવસમાં આપવામાં આવશે. જેના કારણે ફિલ્મ નિર્માતાઓને ઘણો ફાયદો થશે. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિધવા એકલ નારી યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત પીરિયડ આધારિત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય પણ લેવાયો હતો જેમાં કેબિનેટે પીરિયડ આધારિત શિક્ષકો માટે 2600 પદોને મંજૂરી આપી છે. બીજી તરફ હિમાચલમાં પટવારીઓની જગ્યાઓ માત્ર જિલ્લા કેડરમાંથી જ ભરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં 6 વર્ષની વયના બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવાના નિયમમાં છૂટછાટ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

હિમાચલ કેબિનેટની આ બેઠકમાં રાજ્યમાં છોકરીઓના લગ્નને લઈને સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે કે હવે હિમાચલમાં માતા-પિતા 21 વર્ષની ઉંમર પછી જ છોકરીઓના લગ્ન કરાવી શકશે. જો કે હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને ત્યાર બાદ ત્યાંથી મંજુરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં છોકરીઓની લગ્નની ઉંમર વધારવાના હેતુથી વિવિધ પાસાઓ પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ એમ. સુધા દેવી સમિતિના અધ્યક્ષ તરીકે હતા તેમજ ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ પ્રિયતુ મંડલ, કાયદા વિભાગના સચિવ શરદ કુમાર લગવાલ, શ્રમ અને રોજગાર વિભાગના નિયામક માનસી સહાય ઠાકુર અને વરિષ્ઠ મહિલા પત્રકાર પ્રતિભા ચૌહાણ સમિતિના સભ્યો હતા. તેમજ નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર પ્રિયંકા વર્મા આ કમિટીના સભ્ય સચિવ હતા જેમની સમિતિએ મળીને છોકરીઓની લગ્ન માટેની ઉંમર 21 નક્કી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button