સ્પેશિયલ ફિચર્સ

સિંહ અને વાઘ વચ્ચે થઈ Fight અને પછી જે થયું એ…

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે એ વાતથી તો આપણે બધા જ પરિચીત છીએ પણ એની સામે વાઘને પણ દુનિયાનો સૌથી ખૂંખાર પ્રાણી માનવામાં આવે છે. હવે તમે જ વિચારો કે જ્યારે આ બંને એકબીજાને કાંટે કી ટક્કર આપતા પ્રાણીઓ વચ્ચે ઝઘડો કે ફાઈટ થાય તો એમાં જિત કોની થાય? કન્ફ્યુઝ થઈ ગયા ને? અમે અહીં આજે તમારા આ કન્ફ્યુઝનને દૂર કરવા જ આવ્યા છીએ.

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર હાલમાં વાઘ અને સિંહની આ મારામારીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સિંહ અને વાઘ વચ્ચેની લડાઈ જોવા મળી રહી છે અને બંનેનો આક્રમક મિજાજ જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે બંને એકબીજાના લોહીના તરસ્યા થયા છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાઘ કઈ રીતે પોતાના બે પગ પર ઊભો થઈને સિંહ પર પંજાથી વાર કરી રહ્યો છે. જોકે, આ દરમિયાન વાઘના હાવભાવમાં એ ડર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે તેણે જંગલના રાજા સાથે પંગો લઈ લીધો છે. પણ આખા વીડિયોમાં વાઘ જ સિંહ પર ભારે પડતો દેખાઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે તે સિંહની ફિરકી લઈ રહ્યો છે.

આ સાથે એક વાઘ અને સિંહની ફાઈટનો એક બીજો વીડિયો પણ આ વીડિયો સાથે મર્જ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાઈલ્ડ લાઈફ અને ખૂંખાર પ્રાણીઓના વીડિયો ખૂબ જ વાઈરલ થતાં હોય છે. લોકો આ વીડિયો જોવાનું પસંદ કરે છે અને ખૂબ જ ઓછા સમયમાં તેને હજારો-લાખો લોકો જોતાં હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button