ચૂંટણી કમિશનરની નિમણૂકના કેસમાં નવા કાયદા પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક મામલે નવા કાયદા પર રોક લગાવવાથી ઇનકાર કરી દીધો છે, જોકે, અદાલતે નવા કાયદાનું પરીક્ષણ કરવા અંગે સંમતિ દર્શાવી હતી. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. આ મામલે હવે એપ્રિલ મહિનામાં સુનાવણી કરવામાં આવશે. આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે હાલમાં આ કાયદા પર પ્રતિબંધ લગાવી શકાય નહીં કારણ કે કોઇ પણ કાયદા પર પ્રતિબંધ લગાવી શકાય નહીં.
નોંધનીય છે કે ડિસેમ્બર મહિનામાં જ નવા સુધારિત કાયદાને પડકારવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કાયદાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કૉંગ્રેસી નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. એમાં જણાવવામાં આવ્યું છે કે સંસદ દ્વારા લાવવામાં આવેલો કાયદો ગેરબંધારણીય છે. આ અરજીમાં સંસદ દ્વારા પસાર કરાયેલા સુધારા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને બનેલા નવા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુધારેલા કાયદાને ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આ અરજીમાં એવી માગ કરવામાં આવી છે કે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલો સુધારો રદ કરવો જોઇએ. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દેશના મુખ્ય ન્યાયાધીશને પેનલમાં સામેલ કરવાની માગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશની ચૂંટણીઓમાં પારદર્શિતા લાવવા માટે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક પેનલમાં મુખ્ય ન્યાયાધીશને પણ સામેલ કરવામાં આવે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પોતાના એક ચૂકાદામાં જણાવ્યું હતું કે જ્યાં સુધી આ અંગે કોઇ કાયદો લાવવામાં નહીં આવે ત્યાં સુધી ખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની પેનલમાં વડા પ્રધાન, લોકસભાના વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ સામેલ રહેશે.
સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા બાદ કેન્દ્ર સરકારે નવો કાનૂન લાવીને સુપ્રીમ કોર્ટના ચૂકાદાને પલટી નાખ્યો હતો. નવા સુધારેલા કાયદા અનુસાર ચીફ જસ્ટિસને સિલેક્શન પેનલમાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમાં વડા પ્રધાન, લેકસભામાં વિરોધ પક્ષના નેતા અને વડા પ્રધાન દ્વારા સૂચવવામાં આવેલા એક કેબિનેટ પ્રધાનને સામેલ કરવામાં આવ્યા હતા.