આમચી મુંબઈ

મુંબઈ-નવી મુંબઈને જોડતા ATAL SETUની ખાસ વિશેષતાઓ જાણો

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે. મુંબઈ અને નવી મુંબઈને જોડનારા અટલ સેતુ બ્રિજનું પીએમ મોદી ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ કરશે. જોકે, આવતીકાલથી આ અટલ સેતુ પરથી મુંબઈગરાઓ અવરજવર કરી શકશે. ભારતનો સૌથી લાંબા દરિયાઈ પુલ એટલે અટલ સેતુ અંગેની તેની આગવી વિશેષતા જાણતા ન હોય તો ચાલો જણાવીએ.

આ પુલ 17,840 કરોડના ખર્ચે નિર્માણ થયું

અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા આ પુલને પહેલા પહેલા મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક (MTHL) આ નામ આપવામાં આવ્યું હતું, જેનું નામ બદલીને અટલ-સેતુ કરવામાં આવ્યું હતું. પીએમ મોદી દ્વારા 2016માં આ બ્રિજનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. 17,840 કરોડ રૂપિયા કરતાં પણ વધુના બજેટથી બનાવેલા આ પુલ 21.8 કી.મી. લાંબો છે, અને તેમાં છ લેન રોડ છે.

મુંબઈથી નવી મુંબઈ કાર મારફત માત્ર 20 મિનિટમાં

અટલ સેતુ બ્રિજની મદદથી મુંબઈ-નવી મુંબઈનો સફર માત્ર 20 મિનિટમાં પૂરી કરી શકાશે. આ પહેલા મુંબઈથી નવી મુંબઈ જનારા વાહનોને લગભગ બે કલાકનો સમય લાગતો હતો. આ પુલથી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડતો હોવાથી એરપોર્ટથી અવરજવર કરનારા લોકોને તેનો ફાયદો થશે.

પુલ માટે 1.77 લાખ મેટ્રિક ટન સ્ટીલનો કરાયો છે ઉપયોગ

શિવડી-ન્હાવા શેવા અટલ-સેતુ આ ભવ્ય બ્રિજના નિર્માણ માટે 1.77 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 504,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ 17,840 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ પરથી રોજ 70,000 જેટલા વાહન પસાર થશે. જોકે, અટલ સેતુ ભારત જ નહીં, એશિયાનો લાંબો દરિયાઈ બ્રિજ છે.

પુલ પરથી આટલા વાહનોની રહેશે ‘નો એન્ટ્રી’

આ બ્રિજ પરથી વાહનચાલક કલાકના મહત્તમ 100 કિલોમીટરની જેટલી ઝડપથી કાર દોડાવી શકાશે. જોકે, આ બ્રિજ પરથી ભારે વાહનો, બાઇક, રિક્ષા અને ટ્રેક્ટર જેવા વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ અટલ સેતુ બ્રિજ પર ચડતી અને ઊતરતી વખતે વાહનોની સ્પીડને 40 કી.મી પ્રતિ કલાક જેટલી રાખવાનો આદેશ આપ્યો છે, જેથી પુલ પર અકસ્માત ન બને.

આગામી 100 વર્ષ સુધી અડીખમ રહેશે અટલ સેતુ

અટલ સેતુ બ્રિજના નિર્માણ કાર્ય માટે 10 દેશમાંથી એક્સપર્ટ અને 15,000 સ્કીલ્ડ મજૂરની નિમણૂક કરવામાં આવી હતી. આ બ્રિજને એડ્વાન્સ ટેક્નિકનો ઉપયોગ કરી ઊભો કરવામાં આવ્યો છે, જે આવતા 100 વર્ષ સુધી અડેખમ રહીને દરિયાઈ પવન અને મોજાની ટક્કરને જીલવાની ક્ષમતા છે.

આ બ્રિજના નિર્માણ વખતે 7 મજૂરનો લેવાયો ભોગ

આ બ્રિજના કામ દરમિયાન દરેક પર્યાવરણ અને દરિયાઈ જીવોનું રક્ષણ કરતા દરેક નિયમો અને કાયદાનું પાલન કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું કામ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું જેના માટે 5,403 મજૂર અને એન્જિનિયરની રાત-દિવસની સખત મહેનતને કારણે બ્રિજનું નિર્માણ કાર્ય છ વર્ષમાં પૂરું થયું છે. આ બ્રિજ નિર્માણની સૌથી કમનસીબ બાબત એ છે કે બ્રિજના કામકાજ વખતે સાત મજૂરના મૃત્યુ પણ થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button