ઇન્ટરનેશનલ

આર્થિક રીતે કંગાળ થયેલા પાકિસ્તાનને મોટી રાહત, આઈએમએફે આપી આટલા કરોડની લોન

ઈસ્લામાબાદ: આર્થિક રીતે કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનને મોટી રાહત મળી છે. પાકિસ્તાન માટે $700 મિલિયન એટલે કે 70 કરોડ ડોલરની કિંમતનો બેલઆઉટ ફંડ ચેક મંજૂર કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ગરીબીની કગાર પર બેઠેલા પાકિસ્તાન માટે આ રકમ આશીર્વાદ સમાલ બની રહેશે તેમ જ તેની અર્થવ્યવસ્થાને પણ ઘણી મદદ મળી શકે છે.

પાકિસ્તાનમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તેને ફંડ મળ્યું છે. ત્યારે હવે જોવાનું એ છે કે પાકિસ્તાન આ ભંડોળનો ઉપયોગ તેની અર્થવ્યવસ્થા સુધારવા માટે કરે છે કે પછી મોટા માથાઓ મોટાભાગની રકમ અંદરો અંદર ખાઈ જાય છે.

પાકિસ્તાનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એક્ઝિક્યુટિવ બોર્ડ સાથે પ્રથમ સમીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. આર્થિક સુધારણા કાર્યક્રમની પ્રથમ સમીક્ષા પૂર્ણ કર્યા બાદ IMFએ હાલના US $3 બિલિયન બેલઆઉટ પેકેજ હેઠળ યુએસ $ 700 મિલિયન એટલે તે 70 કરોડ ડોલરની લોનના તબક્કાને મંજૂરી આપી છે.


વૉશિંગ્ટનમાં આવેલી IMFએ એક મિશન હેઠળ જુલાઈથી સપ્ટેમ્બર 2023 દરમિયાન પાકિસ્તાનની આર્થિક કામગીરીની સમીક્ષા કરી હતી. અને ત્યારબાદ IMFએ US $700 મિલિયન જેટલી રકમ લોન પેટે આપવાની મંજૂરી આપી હતી.

જો કે IMF દ્વારા કુલ $1.9 અરબ ડોલરની લોન મંજૂર થઈ હતી જેમાંથી IMF દ્વારા જુલાઈ 2023માં US $1.2 બિલિયનનો પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય બે હપ્તાઓ સમીક્ષા બાદ આપવામાં આવશે. જેમાંથી પ્રથમ હપ્તો જાન્યુઆરીમાં અપાઈ ગયો જ્યારે બીજો હપ્તો ડિસેમ્બર 2024માં આપવામાં આવશે.
 
2023ની શરૂઆતમાં દેવામાં ડૂબેલા પાકિસ્તાનને વધુ લોન આપવા માટે IMF સાથે સમજૂતી થઈ હતી. જે અંતર્ગત જૂન 2023માં IMF એ આ દેશ સાથે 3 બિલિયન યુએસ ડોલરની નવ મહિનાની ધિરાણ વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લા ઘણા વર્ષોથી એકદમ ધીમી અને કંગાળ બની ગઈ છે. જેના કારણે પાકિસ્તાનના લાખો ગરીબ લોકો મોંઘવારીનો માર ઝીલી રહ્યા છે. ત્યાં સુધી કે લોકોને સામેન્ય જીવન જીવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. લોટ અને દાળના ભાવ પણ આસમાને છે. ત્યારે સામાન્ય માણસ માટે તો જીવવું જ અઘરું થઈ પડ્યું છે તેવામાં આ વિદેશી હૂંડિયામણ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેવી સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button