નેશનલવેપાર

$100 billion clubમાં સામેલ થયા Mukesh Ambani, અદાણી કયા નંબર પર છે જાણો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં આક્રમક તેજીને કારણે ભારતના ધનકુબેર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી વિશ્વની 100 બિલિયન ડોલર કલબમાં સામેલ થઇ ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર લિસ્ટમાં એમની નેટવર્થ 105 અબજ ડૉલર થઇ ગઇ છે, એમ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ મુકેશ અંબાણી દુનિયાના 11માં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

હકીકતમાં 11 જાન્યુઆરીના રોજ રિલાયન્સના શેર્સ 2.63 ટકાની તેજી સાથે 2,720 રૂપિયા પર પહોંચી ગયો હતો. એ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ પણ એક નવા જ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. 11 જાન્યુઆરીના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 18,40,188 કરોડ રૂપિયાના હાઇએસ્ટ લેવલ પર પહોંચી ગયું હતું. આ ઉપરાંત રિલાયન્સ જૂથની બીજી કંપનીઓના શેરોમાં પણ તેજી જોવા મળી હતી.


હવે આપણે વાત કરીએ દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની તો 100 બિલિયન ડોલરની કલબમાં સામેલ થવા માટે ગૌતમ અદાણીએ હજી વધારે જોર લગાવવું પડશે. હાલમાં તેમની નેટવર્થ 79.4 અબજ ડોલર છે. એટલે કે 100 બિલિયન ડોલરની કલબમાં સામેલ થવા માટે હજી તેઓ 20 અબજ ડૉલર દૂર છે.


અંબાણી બાદ બારમાં નંબર પર કાર્લોસ સ્લિમ છે. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર લિસ્ટ 100 અબજ ડોલરની ક્લબમાં માત્ર 12 અબજોપતિ જ છે, જેમાં અંબાણી પછી બારમા નંબરે 101.9 અબજ ડૉલરની નેટવર્થ સાથે મેક્સિકોના ટેલિકોમ દિગ્ગજ કાર્લોસ સ્લિમ છે.


નોંધનીય છે કે દુનિયાભરના અબજોપતિઓની યાદીમાં 237.8 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે ટેસ્લાના માલિક એલોન મસ્ક પહેલા નંબર પર છે. આ યાદીમાં બીજા નંબર પર 185 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે બર્નાર્ડ અર્નાલ્ટ છે. ત્રીજા નંબર પર 177.7 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે એમેઝોનના માલિક જેફ બેઝોસ અને ચોથા નંબર પર 133 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે લેરી એલિસન છે. ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ પાંચમા નંબરના વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. માર્ક ઝુકરબર્ગની નેટવર્થ 130.5 બિલિયન ડૉલરની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button