ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદીની નાશિક-મુંબઈની મુલાકાતના લાઈવ અપડેટ્સ

પીએમ મોદીએ નાસિકમાં રોડ શો કર્યો, શ્રી કાળારામ મંદિરમાં પ્રાર્થના કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં મહારાષ્ટ્રના નાસિકમાં રોડ શો કરી રહ્યા છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)ના ઉદ્ઘાટન માટે મુંબઈ જતા પહેલા તેઓ શહેરના શ્રી કાલારામ મંદિરમાં પ્રાર્થના પણ કરશે.


બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક રાજધાની મુંબઇ આવવા રવાના થશે અને બહુપ્રતિક્ષિત અટલ સેતુ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL)નું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી તેમની મુલાકાત દરમિયાન શ્રેણીબદ્ધ વિકાસ પ્રોજેક્ટ્સનું અનાવરણ પણ કરશે. મોદી મહારાષ્ટ્રની તેમની મુલાકાત દરમિયાન રૂ. 30,500 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશે .


તેઓ લગભગ રૂ. 17,840 કરોડના ખર્ચે બનેલ અટલ બિહારી વાજપેયી શિવરી-ન્હાવા શેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કરશે . અટલ સેતુ ભારતનો સૌથી લાંબો પુલ છે.


નવી મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં, વડાપ્રધાન ઈસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવને જોડતી ભૂગર્ભ રોડ ટનલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી સૂર્યનગર ખાતેના પ્રાદેશિક બલ્ક ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કરશે. આ જળ પ્રોજેક્ટ પાલઘર અને થાણે જિલ્લાઓને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડશે. વડાપ્રધાન મોદી અનેક રેલ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે પીએમ મોદી સાન્તાક્રુઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન- સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEEPZ SEZ) ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ‘ભારત રત્નમ’ (મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button