સ્પોર્ટસ
મલેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલ સાત્વિક-ચિરાગની એન્ટ્રી
કુઆલાલમ્પુર: ભારતના સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ગુરુવારે મલેશિયા ઓપન સુપર ૧,૦૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મેન્સ ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા હતા, જ્યારે કિદામ્બી શ્રીકાંત બીજા રાઉન્ડમાં હાર્યા બાદ બહાર થઈ ગયા હતા.
વિશ્ર્વની બીજા નંબરની જોડી સાત્વિક અને ચિરાગે ૩૬મા ક્રમાંકિત ફ્રાન્સના લુકાસ કોરવી અને રોનાન લેબારને ૨૧-૧૧, ૨૧-૧૮થી હરાવ્યા હતા. ગયા વર્ષે છ ટાઈટલ જીતનારી ભારતીય જોડી હવે ચીનની હી ઝી તિંગ અને રેન શિયાંગ યુ સામે ટકરાશે.
શ્રીકાંત પોતાની ભૂલોને કાબૂમાં રાખી શક્યો નહીં અને બીજા રાઉન્ડમાં હોંગકોંગના એંગ કા લોંગ એંગસ સામે સીધી ગેમમાં હારી ગયો. શ્રીકાંતને ૧૩-૨૧, ૧૭-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.
એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા સાત્વિક અને ચિરાગે આક્રમક રમત બતાવી અને પહેલી જ ગેમમાં ૧૧-૨ની લીડ મેળવી હતી.