ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રૂજી
નવી દિલ્હી: ગુરુવારે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં ૬.૦ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. અફઘાનિસ્તાનમાં ૬.૧ તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેનું મધ્યબિંદુ હિંદુ કુશ વિસ્તારમાં હતું તેવું હવામાન વિભાગે કહ્યું હતું. અફઘાનિસ્તાનમાં બપોરે ૨.૫૦ કલાકે ધરતી ધ્રૂજી હતી. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર, ખૈબર ખ્તૂનવા, પંજાબ પ્રાંતના સરગોધા, ખુશાબ, મંડી બહાઉદ્દીન, ભક્કર નૌશેરા, પાકકબ્જા હેઠળના કાશ્મીરના મુઝફફરાબાદ વિગેરે સ્થળે આંચકાઓ અનુભવાયા હતા.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ધરતીકંપની તીવ્રતા ૬.૪ હતી અને મધ્યબિન્દુ કાબુલથી ૫૦૦ કિલોમીટર દૂર જુર્મમાં હતું તેવું પાકિસ્તાનના અખબારે
જણાવ્યું હતું.
ભારતમાં નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર)ના નોએડા, ગાઝિયાબાદ, ફરિદાબાદ અને ગુરુગ્રામમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા ઘર અથવા ઓફિસમાંના ફર્નિચર હલ્યા હતા તેવું લોકોએ કહ્યું હતું.
ભારત સરકારની ધરતીકંપ અંગેની નોડલ એજન્સી ધ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિએ એક નિવેદનમાં કહ્યું હતું કે ૬.૧ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો ૧૪.૫૦.૨૪ કલાકે અનુભવાયો હતો. મધ્યબિન્દુ જેનું ૨૨૦ કિલોમીટરના ઊંડાઈ પર હતું જેનું લોકેશન અફઘાનિસ્તાન હતું.
ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, પંજાબ અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં પણ આંચકા અનુભવાયા હતા.