વેપાર

ટીન, નિકલ, બ્રાસ અને કોપરની અમુક વેરાઈટીઓમાં સુધારો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે આરંભિક સત્રમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીન, નિકલ, બ્રાસ અને કોપરની અમુક વેરાઈટીઓમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ૨૦નો સુધારો આવ્યો હતો, જ્યારે નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૦ વધીને અનુક્રમે રૂ. ૨૧૭૦ અને રૂ. ૧૪૧૦ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટો, વપરાશકારો અને સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું તેમાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૪૭૨, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર બ્રાસ શીટ કટિંગ્સ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૦૫, રૂ. ૬૯૫, રૂ. ૫૦૭ અને રૂ. ૭૪૮ તથા કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૭૧૪ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૬૫૭, રૂ. ૨૦૭ અને રૂ. ૨૨૫ના મથાળે રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button