ટોસ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કર્યું કંઈક એવું કે… સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ…
આજે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં અફઘાનિસ્તાનની સામે ત્રણ મેચની T-20 સિરીઝ રમી રહી છે અને આજે ગુરુવારે મોહાલી ખાતે પહેલી મેચ રમાઈ રહી છે, જેમાં ભારતીય કેપ્ટને રોહિત શર્માએ ટોસ જિતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પણ આ જ ટોસ દરમિયાન રોહિત કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ કે આખરે એવું તે શું કર્યું રોહિત શર્માએ કે તે ફની મોમેન્ટનો શિકાર બન્યો હતો.
વાત જાણે એમ છે કે ટોસ દરમિયાન રોહિત પોતાના ટીમના ખેલાડીનું નામ જ ભૂલી ગયો હતો જે મેચ નહોતો રમવાનો. એન્કરે રોહિતને પૂછ્યું કે કયા પ્લેયર આજની મેચમાંથી બહાર છે અને રોહિતે કહ્યું આવેશ કાન, સંજૂ સેમસન અને યશસ્વી જયસ્વાલનું નામ આપ્યું હતું, પણ રોહિતે ચોથા એક પ્લેયરનું નામ આપવાનું ભૂલી ગયો હતો અને એ ખેલાડી પણ આજની મેચમાંથી બહાર હતો. આટલું કહીને રોહિતે એન્કરને એવું પણ કહ્યું હતું કે અરે ટોસથી પહેલાં કહ્યું તો હતું ને…
એ સમયે એન્કર મુરલી કાર્તિકે સ્પિનર કુલદીપ યાદવનું નામ લીધું હતું તો રોહિત એકદમ ખુશ થઈ ગયો હતો અને મુરલી કાર્તિકની હામાં હા કરતો જવાબ આપ્યો હતો. રોહિતનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને રોહિત આ મેચની સાતે 14 મહિના બાદ T-20 ફોર્મેટમાં કમબેક કરી રહ્યો છે.
જોકે, આ પહેલી વખત નથી કે રોહિત શર્મા આ રીતે ખેલાડીના નામ ભૂલી ગયો હોય, આ પહેલાં પણ ભૂતકાળમાં આવું બની ચૂક્યું છે કે તે ખેલાડીઓના નામ ભૂલી ગયો હતો અને એ વખતે પણ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.