બિગ બોસથી જાણીતી બનેલી જીયા શંકરને ગ્લેમરનો લાગ્યો ચસ્કો
મુંબઈઃ બિગ બોસ ઓટીટી સિઝન-ટૂમાં અભિષેક મલ્હનને લઈ ચર્ચામાં રહેનારી જીયા શંકરે તાજેતરમાં તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જ્યારે તેના બોલ્ડ અવતારને જોઈને લોકો દંગ રહી ગયા હતા.
જીયા શંકર બિગ બોસ ઓટીટી સિઝન ટૂમાં અભિષેક મલ્હન સાથે જોડી જમાવીને ચર્ચામાં રહી હતી. આ શો દરમિયાન અમુક લોકોને લાગ્યું હતું કે તે શોની વિનર બની શકે છે, પરંતુ એમ થયું નહોતું. શોમાંથી નીકળી ગયા પછી જીયાની કારકિર્દીમાં નવો યૂ-ટર્ન આવી શકે છે, પરંતુ હજુ સુધી એવું જોવા મળ્યું નથી. આમ છતાં જીયા સોશિયલ મીડિયા પર સક્રિય રહીને ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેને જોરદાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર પણ ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં બ્લુ કલરના આઉટફીટમાં જીયા એકદમ બોલ્ડ લાગે છે. તેના ફોટોને જોઈને તેના ચાહકો પણ પ્રતિક્રિયા આપ્યા વિના રહ્યા નહોતા. એક યૂઝરે લખ્યું હતું કે ફાયર બ્રિગેડને કોલ કરો, જ્યારે બીજા એક યૂઝરે મજાકમાં લખ્યું હતું કે ફુકરા ભાઈ ઝડપી આવો લખ્યું હતું.
જીયાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તમિલ-તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2013માં તેલુગુ ફિલ્મોથી શરુઆત કરી હતી. ટીવી સિરિયલમાં તેને લવ બાય ચાન્સમાં કામ કર્યું હતું. આ ઉપરાંત, પ્યાર તુને ક્યું કિયા, લાલ ઈશ્ક, પિશાચિની વગેરે શોમાં કામ કર્યું હતું. 2023માં છેલ્લે બિગ બોસ-ઓટીટી ટૂમાં જોવા મળી હતી.
બિગ બોસ પછી અમુક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. હવે આગામી દિવસોમાં કરણ જોહર સાથે પણ કામ કરી તો નવાઈ રહેશે નહીં. કરણ જોહર પણ તેની ફિલ્મમાં લે તો પણ નવાઈ રહેશે નહીં, પરંતુ આગામી દિવસોમાં જીયાની ફિલ્મી કારકિર્દી પાટા પર ચઢી શકે છે.