(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: દેશના સૌથી મોટા સોફ્ટવેર નિકાસકાર ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ અતિપ્રતિક્ષિત નાણાકી. પરિણામમાં ચોખ્ખા નફામાં વધારા સાથે ડિવિડંડની પણ જાહેરાત કરી છે. કંપનીએ ૮.૨ ટકાની વૃદ્ધિ સાથે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૧૧,૭૩૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે રિપોર્ટિંગ ક્વાર્ટરમાં તેની આવક ચાર ટકા વધીને રૂ. ૬૦,૫૮૩ કરોડ થઈ છે, જે ભારતની આગેવાની હેઠળ ઊભરતાં બજારોમાં નોંધાયેલી મજબૂત દ્વીઅંકી વૃદ્ધિને આભારી છે.
જ્યારે ઇન્ફોસિસે ઉપરોક્ત ગાળામાં ૭.૩ ટકાના ઘટાડા સાથે રૂ. ૬૧૦૬ કરોડનો ચોખ્ખો નફો અને૧.૩ ટકાના સામાન્ય વધારા સાથે રૂ. ૩૮,૮૨૧ કરોડની આવક નોંધાવી છે. કંપની બોર્ડે સેમીક્ધડકટર ડિઝાઇન સર્વિસ પ્રોવાઇડર ઇનસીમને રૂ. ૨૮૦ કરોડમાં હસ્તગતને મંજૂરી આપી છે.
ટીસીએસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉર્જા, સંસાધનો અને ઉપયોગિતાઓ, ઉત્પાદન અને લાઇફ સાયન્સ અને હેલ્થકેર સેગમેન્ટ દ્વારા પણ કંપનીની નફા વૃદ્ધિમાં યોગદાન મળ્યું છે. ઓપરેટિંગ માર્જિન ૫૦ બેસિસ સુધરીને ૨૫ ટકા થયું હતું, જ્યારે નેટ માર્જિન ૧૯.૪ ટકા હતું.
કંપનીએ જણાવ્યું હતું, શેરદીઠ રૂ. ૧૮ના સ્પેશિયલ ડિવિડંડ સહિત કુલ રૂ. ૨૭ પ્રતિ શેરનું ડિવિડંડ મંજૂર થયું છે અને તેની રેકોર્ડ ડેટ ૧૯ જાન્યુઆરી, ૨૦૨૪ તથા પેમેન્ટ ડેટ પાંચમી ફેબ્રુઆરી, ૨૦૨૪ છે. કંપનીની ઓર્ડર બુક ૮.૧ બિલિયન ડોલરની હતી અને કાર્યકારી પ્રવૃત્તિમાંથી ચોખ્ખી રોકડ રૂ. ૧૧,૨૭૬ કરોડના સ્તરે રહી હતી.
Taboola Feed