આપણું ગુજરાત

વાઈબ્રન્ટ ગુજરાતઃ ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની નીતિને કારણે આટલા પેટન્ટ થયા છે

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના દ્વિતીય દિવસે સ્ટાર્ટઅપ્સ અનલોકિંગ ધ ઈન્ફિનિટ પોટેન્શિયલ વિષયક ગુજરાતમાં ઉધોગોના વિકાસની સંભાવના વિષયક સેમિનાર યોજાઈ હતી. રાજ્યના ઉધોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાર હજારથી વધુ મહિલા ઉધમી છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની ઉદાર નીતિને કારણે અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ પેટન્ટ અપાયા છે. વર્ષ ૨૦૧૫ની ૭મી વાયબ્રન્ટ સમિટમાં નવી ઔધોગિક નીતિની જાહેરાત કરવામાં આવી હતી. જે આગામી ૨૦ વર્ષ સુધી અમલમાં રહેશે. વર્ષ ૨૦૧૭ બાદ ઔધોગિક રોકાણમાં ગુજરાત અગ્રેસર રહ્યુ હોવાનો દાવો તેમણે કર્યો હતો.

ભારત સરકારના વાણિજય અને ઉધોગ વિભાગના સેક્રેટરી રાજેશકુમાર સિંધે સ્ટાર્ટઅપ્સની વાત કરતા કહ્યુ હતું કે, સ્ટાર્ટઅપ્સને કારણે ૨૫ હજારથી વધુ લોકો માટે રોજગારીનું નિર્માણ થઇ રહ્યુ છે. જેમા ૧૫ હજારથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. રાજયની શાળાઓમાં આઇ-હબના માધયમથી સ્ટાર્ટઅપ્સની શરૂઆત કરવામાં આવી છે. જેના માટે એક કરોડ રૂપિયાનું ફંડ આનમત રખાયું છે. વર્ષ ૨૦૨૦ બાદ નવી નીતિથી ગ્રામિણ ક્ષેત્રે પહોચવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભારત સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. DPIIT (ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ), ભારત સરકારના સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની સંભાળ રાખે છે. એમણે કહ્યું કે, અમારા વિભાગ દ્વારા 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનની શરૂઆત કરી હતી તે સમયે લગભગ 300 સ્ટાર્ટઅપ્સ હતા. અમારા વિભાગ દ્વારા સૌ પ્રથમ 10,000 કરોડ રૂપિયાની ભંડોળ સાથે 129 ઉદ્યોગ લાયક સ્ટાર્ટઅપ્સને નાણાં આપવા આપવામાં આવ્યા હતા. આજે 915 સ્ટાર્ટઅપ્સને રૂ. 70,000 કરોડથી વધુની રકમ આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા માટે રૂ. 700 કરોડની સીડ ફંડ યોજના પણ અમલમાં મુકવામાં આવી છે.

અત્યાર સુધીમાં 21,000 થી વધુ DPIA માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ છે. GEM પોર્ટલ ઉપર ઓનબોર્ડ થયા છે અને અત્યાર સુધીમાં રૂ. 17,000 કરોડથી વધુની કિંમતના 2 લાખથી વધુ વર્ક ઓર્ડર મળ્યા છે. સ્ટાર્ટઅપ્સને સરળતા મળી રહે તે માટે બેંકો, નાણાકીય કંપનીઓ અને AIF દ્વારા ક્રેડિટ ગેરંટી પ્રદાન કરવામાં આવી રહી છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર હવે સ્ટાર્ટઅપ્સ માટે અલગ ભંડોળ સાથે એક અલગ ડીપ ટેક સ્ટાર્ટઅપ નીતિ પર કામ કરી રહી છે, સ્ટાર્ટઅપ્સને કારણે સંરક્ષણ શસ્ત્રના નૌકાદળ મોટા પાયે ઓર્ડર મળી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઝેરોધા ગ્રુપ ઓફ કંપનીના કૉ-ફાઉન્ડર નીખિલ કામતે પણ કહ્યું હતું કે ભારતમાં એન્ત્રોપિનોર માટ જે સારો સમય ચાલી રહ્યો છે તેની ક્યારેય કલ્પના પણ કરી ન હતી. કોઈપણ દેશ પોતાની પ્રોડેક્ટની પેટન્ટ કરાવે તે હંમેશાં ગર્વની વાત કહેવાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…