શું તમે જાણો છો કે પતંગ ઉડાડવો એક ગુનો છે અને તેના માટે તમને સજા પણ થઈ શકે છે
ભારતમાં મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણનો તહેવાર ખૂબજ હોંશે હોંશે ઉજવવામાં આવે છે. તે દિવસે તમામ લોકો પોતાના ઘરના ધાબા પર કે પછી કોઈ ખુલ્લા મેદાનમાં જઈને પતંગ ઉડાડે છે. પરંતુ જો તમને કોઈ કહે કે પતંગ ઉડાડવાની પણ સજા થાય તો….જો કોઈ કહે કે ભારતમાં પતંગ ઉડાડવો ગેરકાયકેસર છે અને જો તમે પતંગ ઉડાડો છો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો તમે માનો?
તો ચાલો તમને જણાવું કે ભારતમાં ભારતીય એરક્રાફ્ટ એક્ટ મુજબ પતંગ ઉડાવવાને ગેરકાયદેસર ગણવામાં આવે છે. જો તમારે પતંગ ઉડાવવી હોય તો તમારે પહેલા પતંગ ઉડાવવા માટેની પહેલા પરવાનગી લેવી પડશે. આમ જોઈએ તો એર ક્રાફ્ટના એક્ટ અનુસાર તમારે તમારી છતથી ઉપર કંઇ પણ ઉડાડવું હોય તો પહેલા પરવાનગી લેવી જ પડે છે.
અને આ કાયદા હેઠળ વિમાનની સાથે સાથે પતંગ, ગ્લાઈડર, બલૂન અને ફ્લાઈંગ મશીનનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે તમે સમજી શકો છો કે પતંગ ઉડાડવા માટે પરવાનગી લેવી જરૂરી છે. આ કાયદાનું ઉલ્લંઘન કરાએ તો 2 વર્ષની જેલ થશે અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
નોંધનીય છે કે એરક્રાફ્ટ એક્ટ 1934ની કલમ 11 મુજબ ખોટી રીતે વિમાન ઉડાડવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો કે આ કાયદામાં 2008 માં સુધારો કરવામાં આવ્યો હતો. અગાઉ આ કાયદામાં 6 મહિનાની જેલ અને 10,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. જો કે દેશમાં છેલ્લા ઘણા સમયથી નવા કાયદા પ્રમાણે ચાઈનીઝ દોરી સાથે પતંગ ઉડાડવો પણ એક ગુનો છે. કારણકે ચાઈનીઝ દોરી પર કાચની પરત ચડાવવામાં આવે છે. અને અગાઉ ઘણા એવા કિસ્સા બન્યા છે કે જેમાં ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાના કારણે મૃત્યુ થયું હોય આથી હવે જો કોઈ ચાઈનીઝ દોરી બજારમાં વેચતું મળશે તો તેની સામે પણ પોલીસ કાર્યવાહી કરે છે.