મર્દ કો ભી દર્દ હોતા હૈ, દીકરીના લગ્નમાં આમિર જ્યારે રડી પડ્યો…
બોલિવૂડ અભિનેતા આમિર ખાનની લાડલી ઈરા ખાન અને નૂપુર શિખરેએ 10 જાન્યુઆરીએ ઉદયપુરમાં ખ્રિસ્તી પરંપરાઓનું પાલન કરીને લગ્ન કર્યા હતા. લગ્ન સમારંભમાં આમિર એક દીકરીના પિતા તરીકે આંખોમાં આંસુ સાથે જોવા મળ્યો હતો.
દરેક પિતા માટે તેની દીકરી પ્રાણથી પણ પ્યારી જ હોય છે. જોકે, જ્યારે દીકરી વળાવવાની વેળા આવે ત્યારે માતા, બહેન અને બધા તો દીકરીને ગળે વળગાડીને રડી લેતા હોય છે, પણ દીકરીનો બાપ કઠણ કાળજું કરીને શાંત ચિત્તે દીકરીને વિદાય આપતો હોય છે. આવું જોઇેન આપણને કદાચ એમ લાગે કે પુરૂષોને તો કોઇ દુઃખ નથી થતું હોતું.
તેઓ દીકરી વળાવવાનો પ્રસંગ પણ સ્વાભાવિકપણે જ લે છે, પણ ના એવું નથી. દરેક પિતાને તેમની વહાલસોયી દીકરીને સાસરે મોકલવાનું એટલું જ દુઃખ હોય છે જેટલું ઘરના અન્ય સભ્યોને હોય છે. ભલે એ ઘરનો મોભી હોય તો શું થયું ! એને પણ કાળજું છે. એને પણ દીકરી માટે લાગણી હોય છે જ.
અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાનના મેરેજમાં પણ એક લાગણીશીલ પિતા જોવા મળ્યા. સફેદ પોશાકમાં સજ્જ ઇરા ખાન અને નુપુર શિખરે જ્યારે કેથોલિક પરંપરા મુજબ લગ્ન કરી રહ્યા હતા ત્યારે ઈરાના પિતરાઈ ભાઈ ઝેન મેરી ખાન તેનું સંચાલન કર્યું હતું. વિધિ બાદ જ્યારે તેમને પતિ-પત્ની તરીકે ઉચ્ચારવામાં આવ્યા ત્યારે ઇરાએ પતિ શિખરેને કીસ કરી દીધી હતી. એ સમયે ભાવુક થયેલો આમિર ખાન રૂમાલ વડે આઁખના આંસુ લૂછતા જોવા મળ્યો હતો.
એ ખુશીના આંસુ હતા. દીકરીના લગ્નની ખુશી હતી. એ ગમના પણ આંસુ હતા. દીરૃકરી હવે પરાયે ઘેર જવાની એનું દુઃખ પણ આમિરના આંસુઓમાં વ્યક્ત થતું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તમે પણ માણો આ વીડિયો….