આમચી મુંબઈમહારાષ્ટ્ર

બોયફ્રેન્ડ કે દાનવઃ મિત્રો સાથી મળીને બોયફ્રેન્ડે સગીરા પર કર્યો બળાત્કાર

મુંબઈઃ થાણે જિલ્લાના મુરબાડમાં એક 14 વર્ષની સગીરા પર ત્રણ લોકો દ્વારા સામૂહિક બળાત્કાર આચારવાની ઘટના બની છે. આ મામલે પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને એક આરોપીની શોધ ચાલી રહી છે. સગીરા પર બળાત્કાર કરવાના આરોપોમાંથી એક તેનો બોયફ્રેન્ડ પણ હતો, જેણે પીડિત યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેની પર અત્યાચાર કર્યો હતો.

પીડિત યુવતીના બોયફ્રેન્ડે તેના અશ્ર્લીલ વીડિયો અને ફોટા પણ લીધા હતા. આ વીડિયો અને ફોટાને લઈને આરોપીએ યુવતીને બ્લેકમેલ કરી તેના મિત્રો સાથે પણ શારીરિક સંબંધો બનાવવા માટે કહ્યું હતું, પણ જ્યારે પીડિતાએ આવું કરવાની મનાઈ કરી ત્યારબાદ આરોપીએ ફોટા અને વીડિયોને ડિલીટ કરી દઇશ એવું કહી પીડતાને પોતાના ઘરે બોલાવી હતી.
જ્યારે યુવતી તેના ઘરે પહોંચી ત્યારે આરોપીના મિત્ર પણ ત્યાં હતા. આ દરમિયાન આરોપી અને તેના બે મિત્રોએ યુવતી પર બળાત્કાર કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. યુવતીએ ઘરે જઈને આ વાત તેના પરિવારને કરી હતી અને ત્યાર બાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

યુવતીના પરિવારની ફરિયાદ બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને એક આરોપીની હજી શોધ ચાલી રહી છે. આ બંને આરોપીઓથી પૂછપરછ કરવામાં આવી રહી છે અને પકડાયેલા આરોપીઓને ગુરુવારે અદાલત સમક્ષ હાજર કરવામાં આવશે.

થોડા સમય પહેલા મહિલાઓ પર સોશિયલ મીડિયા પર મિત્રતા કરી તેમના પર અત્યાચારના ગુનાઓમાં મોટો વધારો નોંધાયો હોવાની માહિતી મુંબઈ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ પ્રકારના કેસમાં મોટાભાગે સગીર યુવતી અપરાધીઓના જાળમાં ફસાઈ જાય છે, જેથી પોલીસ સેલ દ્વારા પેરેન્ટ્સને તેમના બાળકોની સોશિયલ મીડિયા એક્ટિવિટી પર ધ્યાન રાખવાનું જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button