નેશનલ

સંસદનું આગામી સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે

નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રને લઇને મોટી માહિતી સામે આવી રહી છે. 31 જાન્યુઆરીથી શરૂ થતું સંસદનું આગામી સત્ર ઘણુ મહત્વનું માનવામાં આવે છે. આ સત્રમાં જ મોદી સરકાર તેમનું આખરી બજેટ રજૂ કરશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના ભાષણ સાથે આ સત્રની શરૂઆત થશે. નાણા પ્રધાન એક ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં અનેક મોટી જાહેરાતો થવાની અપેક્ષા રાખવામાં આવે છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર 31 જાન્યુઆરીએ શરૂ થનારા બજેટ સત્રમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પહેરી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. ત્યાર બાદ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ પણ 31 જાન્યુઆરીએ જ રજૂ કરવામાં આવશે.


સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે વચગાળાના બજેટમાં ખએડૂતો માટે પીએમ કિસાન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં, મહિલાઓ માટે પણ બજેટમાં કોઇ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી શકે છે.


જોકે, આ સત્ર પર સહુની જ નજર રહેશે, કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા આ વચગાળાનું બજેટ આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button