ઇન્ટરનેશનલ

OMG!ફ્લાઈટ ટેકઓફ થાય તે પહેલા પેસેન્જરે કેબીનનો દરવાજો ખોલ્યો અને બહાર કૂદી પડ્યો

એર કેનેડાની ફ્લાઈટ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યારે પેસેન્જરોથી ભરેલી ફ્લાઈટ ટેક ઓફ કરવાની હતી. ત્યારબાદ, ફ્લાઈટ ટેક ઓફ કરે તે પહેલા એક મુસાફર અચાનક કેબીનનો દરવાજો ખોલીને નીચે કૂદી પડ્યો હતો. પેસેન્જર કૂદવાની આ ઘટનાથી પ્લેનમાં ખળભળાટ મચી ગયો હતો. પેસેન્જરને આ અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ હતી. જોકે, તેની ઇજા અંગે વધુ કોઇ માહિતી મળી નથી.

એર કેનેડાની ફ્લાઇટ દરમિયાન યાત્રીએ પ્લેનમાંથી કૂદકો મારવાનો આ કિસ્સો ટોરોન્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બન્યો હતો. આ કિસ્સો 8 જાન્યુઆરીએ બન્યો હતો, જ્યારે પેસેન્જર ટોરોન્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનમાં ચડ્યો હતો. પરંતુ બાદમાં તેણે પોતાની સીટ પર બેસવાને બદલે કેબીનનો દરવાજો ખોલ્યો અને તેમાંથી કૂદી ગયો. દુર્ઘટના બાદ પ્રાદેશિક પોલીસ અને ઈમરજન્સી સર્વિસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. એર કેનેડાની વેબસાઇટ અનુસાર, આ ઘટનાને કારણે બોઇંગ 747ના ટેકઓફમાં છ કલાકનો વિલંબ થયો હતો. હાલમાં સત્તાવાળાઓએ જણાવ્યું નથી કે આવી હરકત કરનાર પ્રવાસી સામે શું પગલાં ભરવામાં આવશે.


આ ઘટનાના કેટલાક દિવસ પહેલા પણ એર કેનેડાની ફ્લાઇટમાં એક 16 વર્ષીય પ્રવાસીએ પ્લેનમાં એક પ્રવાસી પરિવાર પર હુમલો કરી દીધો હતો, જેને કારણે વિમાનના ઉડ્ડયનમાં ત્રણ કલાકનો વિલંબ થયો હતો. રોયલ કેનેડિયન પોલીસે જણાવ્યું હતું કે વિમાન જ્યારે ટોરોન્ટોથી કેલગરી જઇ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 16 વર્ષીય યાત્રીને પ્લેનના અન્ય યાત્રીઓએ રોકવાની કોશિશ કરી હતી. આ હુમલામાં પ્રવાસી પરિવારના સદસ્યોને પણ ઇજા થઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button