નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ પીછેહઠ
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭નો ઘટાડો આવ્યો હતો. તેમ જ નિકલની આગેવાની હેઠળ કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય વેરાઈટીઓ, બ્રાસ અને ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. બેથી સાતનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. સ્થાનિકમાં ખાસ કરીને નિકલ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૭ ઘટીને રૂ. ૧૩૯૦ અને રૂ. સાત ઘટીને રૂ. ૪૬૮ના મથાળે રહ્યા હતા. નિકલની આગેવાની હેઠળ અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત માગ પણ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને રૂ. ૫૦૪, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર વાયરબાર અને ટીનના ભાવ કિલોદીઠ રૂ .ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૭૧૨, રૂ. ૭૦૨, રૂ. ૭૪૫ અને રૂ. ૨૧૫૦ના મથાળે અને કોપર આર્મિચરનાભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૬૯૨ના મથાળે રહ્યા હતા.