સ્પોર્ટસ
યોગી આદિત્યનાથે બે અર્જુન પુરસ્કાર વિજેતાઓને કહ્યું, ‘તમે રાજ્યના ગૌરવ છો’
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના સ્ટાર બોલર મોહમ્મદ શમી અને ઍથ્લેટિક્સની સ્ટાર પારુલ ચૌધરી પર આફરીન છે. મંગળવારે શમી અને પારુલને અર્જુન અવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એ પુરસ્કારને લગતો ભવ્ય સમારોહ પૂરો થયા પછી યોગીએ અર્જુન અવૉર્ડ વિજેતાં બનવા બદલ શમી અને પારુલને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું કે તેઓ બંને રાજ્યનાં ગૌરવ છે.