સ્પોર્ટસ

આજે કોહલી સિરીઝની પહેલી ટી-૨૦માં નહીં રમે

આજના મુકાબલા માટે તૈયાર:ઠંડાગાર મોહાલીમાં બુધવારે પ્રેસ કૉન્ફરન્સમાં હેડ-કોચ રાહુલ દ્રવિડ (ઉપર, એકદમ ડાબે) તેમ જ મેદાન પર પ્રૅક્ટિસ સેશન વખતે અક્ષર પટેલ (ઉપર, વચ્ચે), યશસ્વી તથા ગિલ (ઉપર) તેમ જ અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝડ્રાન. (પીટીઆઇ)

મોહાલી: શુક્રવારે મોહાલીમાં રમાનારી અફઘાનિસ્તાન સામેની ભારતની પ્રથમ ટી-૨૦ મૅચમાં વિરાટ કોહલી અંગત કારણસર નથી રમવાનો.

હેડ-કોચ રાહુલ દ્રવિડે મૅચની પૂર્વસંધ્યાએ આ સમાચારને પુષ્ટિ આપી હતી. જોકે કોહલી ઇન્દોરમાં ૧૪મી જાન્યુઆરીએ બીજી અને બેન્ગલુરુમાં ૧૭મી જાન્યુઆરીએ રમાનારી ત્રીજી મૅચમાં રમશે. અગાઉ જ્યારે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી ત્યારે એના અહેવાલોમાં જણાવાયું હતું કે કોહલી અને રોહિત શર્મા લગભગ સવા વર્ષે ટી-૨૦ ઇન્ટરનૅશનલ્સમાં કમબૅક કરી રહ્યા છે. છેલ્લે તેઓ ૨૦૨૨ના ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં રમ્યા હતા. જૂનના ટી-૨૦ વિશ્ર્વકપ પહેલાંની ભારતની આ આખરી ટી-૨૦ સિરીઝ છે.

દ્રવિડે બીજી એક બાબતને સમર્થન આપતા કહ્યું હતું કે ‘ઓપનિંગમાં કૅપ્ટન રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ દાવની શરૂઆત કરશે.

કોહલી મોહાલીની મૅચમાં નહીં રમે એટલે શુભમન ગિલ વનડાઉનમાં રમશે.’ જોકે ટૉપ-ઑર્ડરમાં સંજુ સૅમસન અને તિલક વર્માનો પણ ચાન્સ લાગશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button