આમચી મુંબઈ

શિંદે જૂથની ઉજવણી-ઠાકરે જૂથના કાળા ઝંડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાના સ્પીકરે રાહુલ નાર્વેકરે બુધવારે ચુકાદો જાહેર કર્યા બાદ મુંબઈ સહિત રાજ્યભરમાં તંગદીલી સર્જાવાની શક્યતા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. છૂટક બનાવને બાદ કરતા મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી. જોકે પોતાની તરફેણમાં આવેલા ચુકાદા બાદ શિંદે ગ્રૂપના કાર્યકર્તાઓએ મુંબઈ, થાણે સહિત સમગ્ર રાજ્યમાં તેની ભવ્ય ઊજવણી કરી હતી. શિંદે

ગ્રૂપના કાર્યકર્તાઓએ રાજ્યમાં ઠેર-ઠેર જમા થયા હતા અને ફટાકડા ફોડીને, ઢોલ-નગારા વગાડીને તેમ મીઠાઈની વહેંચણી કરી જોશભેર વિજયની ઊજવણી કરી હતી. તેની સામે જોકે આ ચુકાદા સામે ઠાકરે ગ્રૂપના કાર્યકર્તાઓ ભારે નારાજ થયા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે તેમણે ઠેર-ઠેર કાળા ઝંડા ફરકાવ્યા હતા.

શિંદે-ઠાકરે જૂથ બાખડયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બુધવારે શિવસેનાના વિધાનસભ્યોને અપાત્રને પ્રકરણ પર અંતિમ ચુકાદો આપ્યો હતો. વિધાનસભા અધ્યક્ષના ચુકાદાથી રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગ્રૂપને સૌથી મોટી રાહત મળી છે. તો ઠાકરે ગ્રૂપને મોટો ફટકો પડ્યો છે. વિધાનસભા અધ્યક્ષના આ ચુકાદા બાદ જોકે રાજ્યના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ઔરંગાબાદમાં શિંદે અને ઠાકરે ગ્રૂપના કાર્યકતાઓ સામ-સામે થઈ ગયા હતા. શિવસેના એ શિંદેની જ હોવાનો ચુકાનો વિધાનસભા અધ્યક્ષે
બુધવારે આપ્યા બાદ ઠાકરે ગ્રૂપના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી અને એ બાદ ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર)માં ઠાકરે ગ્રૂપના કાર્યકતાઓએ વિરોધપ્રર્દશન કરવાનું ચાલુ કરી દીધું હતું. ‘અમે હંમેશા ઉદ્ધવ ઠાકરે’સાથે એવા બૅનર લઈને કાર્યકર્તાઓએ આ આંદોલન કર્યું હતુંં. એ સાથે જ કાર્યકર્તાઓએ અહીં કાળા ઝંડા બતાવીને વિધાનસભાના અધ્યક્ષના ચુકાદાનો વિરોધ દર્શાવ્યો હતો.

ઠાકરે ગ્રૂપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા, તો તેની શિંદે ગ્રૂપના કાર્યકર્તાઓે વિજયની ઊજવણી કરી હતી, જેમાં બંને પક્ષના કાર્યકર્તાઓ સામ-સામે બાખડી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં તણાવ ઊભો થયો હતો. જોકે પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button