આપણું ગુજરાત

વિશ્ર્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બનશે: લક્ષ્મી મિત્તલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમારો વિશ્ર્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બની રહેશે. આર્સેનલ મિત્તલ હજીરા ખાતે સ્ટીલ ઉત્પાદન માટેનો મેગા પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું છે. જેનો પ્રથમ તબક્કો વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થશે, જ્યારે બીજા તબક્કા માટે પણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થશે. બીજા તબક્કા પછી ૨૬ મિલિયન ટન સ્ટીલ ગુજરાતમાં બનશે એવું ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪ના ઉદઘાટન સમારોહમાં બોલતા આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું.

મિત્તલે વધુમાં જણાવ્યું હતુ કે, ગત વર્ષે હું ગુજરાત આવ્યો હતો. વડા પ્રધાને વાયબ્રન્ટ ગુજરાત બાબતે ચર્ચા કરી હતી. સ્ટીલ દેશની આત્મનિર્ભરતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તમામ સેક્ટરમાં સ્ટીલ પ્રોડક્ટનો વધારે ઉપયોગ થાય છે. અમારો હજીરાનો બીજો પ્રોજેક્ટ ૨૦૨૯ પૂર્ણ થશે. અમારું સ્ટીલ સિવાય ગ્રીન એનર્જીમાં પણ રોકાણ છે. તેમજ વડા પ્રધાનના સ્વપ્નને પૂર્ણ કરવામાં અમે મદદરૂપ થઈશું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મેગા ગ્લોબલ ઇવેન્ટ માટે સંસ્થાગત માળખું ઊભું કરવા પ્રક્રિયા ચાલુ રાખવા પર વડા પ્રધાનની પ્રશંસા કરી હતી. મિત્તલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત વર્ષોથી પોલિસી ડ્રિવન રાજ્ય રહ્યું છે અને પરિણામે ગુજરાત ભારતના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આઈડિયા અને ઇમેજીનેશનથી શરૂ થયેલી આ વાઇબ્રન્ટ સમિટ આજે વૈશ્ર્વિક સમિટ બની છે. તેમણે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સિદ્ધાંતોમાં વડા પ્રધાનના વિશ્ર્વાસ અને દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર સાઉથ ગ્લોબલના અવાજને વૈશ્ર્વિક સ્તરે મજબૂત કરવાના પ્રયાસોને વખાણ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ