ખેદ હૈઃ આવતીકાલે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર રહેશે વિશેષ ટ્રાફિક બ્લોક
મુંબઈઃ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મહત્ત્વનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામકાજ ચાલુ હોવાને કારણે આવતીકાલે બે કલાક માટે વાહનવ્યવહારની અવરજવર માટે મહત્ત્વનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે મુબંઈથી પુણે વચ્ચે અવરજવર કરનારા વાહનચાલકોને અસર થઈ શકે છે.
મુંબઈ-પુણે યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ-વે પર બે કલાકનો ટ્રાફિક બ્લોક લાદવામાં આવશે. ગુરુવારે બપોરે ૧.૩૦થી ૩.૩૦ દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ૯.૮૦૦ કિમી (પનવેલ એક્ઝિટ) અને ૨૯,૪૦૦ કિમી (ખાલાપુર ટોલ પ્લાઝા અને માદપ ટનલ વચ્ચે) પર ગેન્ટ્રી બેસાડવાનું કામ કરવામાં આવશે.
આ કામ દરમિયાન મુંબઈ તરફ જતા માર્ગ પર તમામ હળવા અને ભારે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. આ ટ્રાફિક બ્લોક દરમિયાન, પુણેથી મુંબઈ જતા હળવા વાહનો અને બસો ખોપોલી એક્ઝિટ કિમી ૩૯.૮૦૦થી ડાઈવર્ટ થશે ખપોલી શહેર થઈને જૂના પુણે મુંબઈ હાઈવે પરથી નેશનલ હાઈ-વે નંબર ૪૮ પર જશે અને પછી શેડુંગ ટોલ રોડ થઈને મુંબઈ તરફ જશે.
જ્યારે પુણેથી મુંબઈ જતા હળવા અને ભારે વાહનો ખાલાપુર ટોલ નાકા પરની છેલ્લી ડાબી લેનથી ખાલાપુર બહાર નીકળશે અને જૂના પુણે મુંબઈ હાઈવેથી ખાલાપુર શહેરમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર જશે અને શેડુંગ ટોલ નાકા થઈને મુંબઈ તરફ આગળ વધશે.