સ્પોર્ટસ
નક્કી થઈ ગયું, ટેસ્ટમાં ઓપનિંગમાં વૉર્નરના સ્થાને સ્ટીવ સ્મિથ રમશે
ઍડિલેઇડ: માઇકલ ક્લાર્કે બે દિવસ પહેલાં જ જે સૂચન આપ્યું એ ઑસ્ટ્રેલિયન ટીમના સિલેક્ટર્સે જાણે અપનાવી લીધું છે અથવા પસંદગીકારોના અગાઉ કદાચ ક્લાર્ક જેવું જ વિચારતા હશે.
પીઢ બૅટર સ્ટીવ સ્મિથને ટેસ્ટમાંથી નિવૃત્ત થયેલા ડેવિડ વૉર્નરના સ્થાને ઓપનિંગમાં મોકલવામાં આવશે. ક્લાર્કે મંગળવારે ઑસ્ટ્રેલિયન ક્રિકેટના મોવડીઓને સૂચવ્યું હતું કે ટેસ્ટમાં વૉર્નરના સ્થાને સ્ટીવ સ્મિથને રમાડશો તો થોડા જ સમયમાં તે વિશ્ર્વનો બેસ્ટ ટેસ્ટ ઓપનર બની જશે તેમ જ બ્રાયન લારાનો 400 રનનો વિશ્ર્વવિક્રમ પણ તોડી બતાવશે.
ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 17મી જાન્યુઆરીએ બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે.
Taboola Feed