ટોપ ન્યૂઝનેશનલ

Maldivesને માત આપવા Lakshadweepમાં તૈયાર કરવામાં આવશે નવું એરપોર્ટ…..

માલદીવ: ભારત અને Maldives વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ ઘટના વચ્ચે નવી દિલ્હીએ માલેને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. ત્યારે Lakshadweepને Maldivesનો વિકલ્પ બનાવવા માટે ભારત કેન્દ્રશાસિત પ્રદેશમાં એક નવું એરપોર્ટ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ નવું એરપોર્ટ Lakshadweepના મિનિકોય ટાપુ પર બનાવવામાં આવશે. એરપોર્ટની સૌથી મોટી ખાસિયત એ હશે કે અહીંથી માત્ર સિવિલિયન જ નહીં પરંતુ મિલિટ્રી એરક્રાફ્ટ પણ ઓપરેટ કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે યોજના હેઠળ અહીં એક એવું સંયુક્ત એરફિલ્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અહીથી ફાઈટર જેટ, સૈન્ય પરિવહન અને કોમર્શિયલ એરક્રાફ્ટ પણ ઉડાડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિનિકોય આઇલેન્ડ પર નવું એરફિલ્ડ બનાવવાની દરખાસ્ત પહેલેથી જ મંજૂર કરવામાં આવી છે. પરંતુ હાલમાં જે નવી યોજના બનાવવામાં આવી છે એ પ્રમાણે સંરક્ષણ અને નાગરિક બંને હેતુઓ માટે સંયુક્ત એરફિલ્ડ બનાવવાની દરખાસ્ત પ્રથમ વખત કરવામાં આવી છે.

સરકારના આ નિર્ણયનો હેતુ માત્ર Lakshadweepમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો નથી, પરંતુ તે અહીંથી અરબી સમુદ્ર અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની દેખરેખ ક્ષમતાને મજબૂત કરવા માંગે છે. નવા એરફિલ્ડ સાથે એટલે આમ જોઈએ તો ભારતને એક કાંકરે બે પક્ષી મારવાની તક મળી છે. નોંધનીય છે કે Lakshadweepના મિનિકોય ટાપુ પર નવું એરફિલ્ડ બનાવવાનો પહેલો પ્રસ્તાવ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આપવામાં આવ્યો હતો. તેમજ આ એરફિલ્ડનું સંચાલન ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવશે.

એરપોર્ટ એકવાર કાર્યરત થયા બાદ એરપોર્ટ સંરક્ષણ દળોની સર્વેલન્સ ક્ષમતા તેમજ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગની આવકમાં વધારો કરવાની યોજનાઓ બનાવવામાં આવશે. સરકારે Lakshadweepમાં પ્રવાસન વધારવા માટે પહેલેથી જ એક યોજના બનાવી હતી પરંતુ Maldivesના વિવાદ બાદ હવે લક્ષદ્વીપને વિકસાવવા માટે બીજી નવી યોજનાઓ વિશે પણ ટૂંક સમય માં જાહેરાત કરવામાં આવશે. જોકે હાલમાં લક્ષદ્વીપમાં અગાટી ખાતે માત્ર એક જ એરસ્ટ્રીપ છે, જ્યાં બધા પ્રકારના વિમાનો ઉતરી શકતા નથી.

નોંધનીય છે કે માલદીવના ત્રણ નાયબ પ્રધાનો માલશા શરીફ, મરિયમ શિઉના અને અબ્દુલ્લા મહજૂમ મજીદ દ્વારા ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓને કારણે ભારત સાથેના માલદીવના સંબંધો બગડ્યા છે . ત્રણેય પ્રધાનોને પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવી હતી, ત્યારબાદ માલદીવ સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. માલદીવના વિપક્ષી નેતાઓએ પણ તેમની ટિપ્પણી બદલ સરકારના પ્રધાનોની ટીકા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button