આપણું ગુજરાત

સાતોલીયું, દોરડા કુદ, લંગડી, માટીની કુસ્તી જેવી પરંપરાગત રમતગમતની સ્પર્ધાઓ યોજાશે

રાજકોટ: દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્યમાં આવતી શાળાઓ તથા અંડર-૧૯ વયજુથમાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓ માટે સાતોલીયું (લગોરી), કલરીપટટું, દોરડા કુદ (જમ્પ રોપ), લંગડી, માટીની કુસ્તી જેવી પરંપરાગત રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓ / શાળાઓએ શાળાના લેટરપેડ ઉપર નિયત નમુનાનું પ્રવેશપત્ર બનાવી, રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ૭/૨, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. સમય મર્યાદામાં આવેલા પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગે જાણ કરવામાં આવશે. જેની દરેક સ્પર્ધકે / શાળાએ નોંધ લેવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નંબર ૦૨૮૧-૨૪૪૨૩૬૨ પર સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા રમતગમત અધિકારી શ્રી વી. પી. જાડેજાની યાદીમાં જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button